
ઈંગ્લેન્ડ પ્રવાસથી ડ્રોપ થયા બાદ તેમણે પોતાની ફિટનેસ પર કામ કરવાનું શરુ કર્યું હતુ. હવે સરફરાઝ ખાને એક ફોટો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જેમાં તે શાનદાર ટ્રાન્સફોર્મેશન જોવા મળી રહ્યું છે.

27 વર્ષના સરફરાઝ ખાને 2 કિલો નહી પરંતુ 17 કિલો વજન ઘટાડ્યું છે. હવે તે ખુબ ફિટ જોવા મળી રહ્યો છે. આ ફિટનેસની સાથે હવે સરફરાઝ ખાનનું પ્રદર્શન જબરદસ્ત જોવા મળશે. તેના આ ટ્રાન્સફોર્મેશનની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે.

તમને જણાવી દઈએ કે, સરફરાઝ ખાને ભારત માટે કુલ 6 ટેસ્ટ મેચ રમી છે. જેમાં 11 ઈનિગ્સમાં 3 અડધી સદી અને 1 સદીની મદદથી 371 રન બનાવ્યા છે. તેમના ફર્સ્ટ ક્લાસ કરિયરની વાત કરીએ તો તેમણે 55 મેચમાં 4685 રન બનાવ્યા છે. સરફરાઝ ખાનના નામ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 16 સદી અને 15 અડધી સદી ફટકારી છે.