
સંજુ સેમસને 2018માં ફરી એક મોટી છલાંગ લગાવી હતી. આ વખતે રાજસ્થાને તેમને 8 કરોડ રુપિયા આપ્યા હતા. 2018 થી 2021 સુધી આ પ્રાઈઝ મનીમાં રાજસ્થાન સાથે રમ્યો હતો.2022 મેગા ઓક્શનમાં 14 કરોડમાં રાજસ્થાને રિટેન કર્યો હતો. તેમજ સંજુ સેમસનને વર્ષ 2021માં ટીમની કેપ્ટનશીપ પણ સોંપવામાં આવી હતી.

જન્મદિવસના આગલા દિવસે સંજુ સેમસને એક અનોખો રેકોર્ડ બનાવ્યો હતો.ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી 4 મેચની ટી20 સીરિઝની પહેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ જીત મેળવી હતી. જ્યારે બીજી મેચમાં ટીમનું ખરાબ પ્રદર્શન જોવા મળ્યું હતુ. સંજુ સેમસન 0 રન પર આઉટ થયો હતો. આ સાથે હવે તે ભારતીય ટીમ તરફથી ટી20 ઈન્ટરનેશનલના એક વર્ષમાં સૌથી વધારે ડક આઉટ થનારો ખેલાડી બની ગયો છે.