Lionel Messi : સચિન તેંડુલકરે લિયોનેલ મેસ્સીને ખાસ ભેટ આપી, જુઓ ફોટો

GOAT ઈન્ડિયા ટુર 2025 હેઠળ આર્જન્ટીનાના દિગ્ગજ ફુટબોલર લિયોનલ મેસ્સી મુંબઈ પહોંચ્યો હતો. આ દરમિયાન તેમણે સચિન તેંડુલકર અને હરભજન સિંહ જેવા દિગ્ગજ ક્રિકેટર સાથે મુલાકાત કરી હતી. ભારતના સ્ટાર ફુટબોલ ખેલાડી સુનીલ છેત્રી પણ જોવા મળ્યો હતો.

| Updated on: Dec 15, 2025 | 11:52 AM
1 / 6
આર્જિન્ટીનાના દિગ્ગજ ફુટબોલર લિયોનલ મેસ્સી GOAT ઈન્ડિયા ટુર 2025 હેઠળ 3 દિવસના ભારત પ્રવાસ પર છે. તેના આ પ્રવાસની શરુઆત કોલકાતાથી થઈ હતી. ત્યારબાદ તે હૈદરાબાદ પહોંચ્યો હતો.

2 / 6
પ્રવાસના બીજા દિવસે તે મુંબઈ પહોંચ્યો હતો. આ દરમિાન ઐતિહાસિક વાનખેડે સ્ટેડિયમમાં એક ખાસ પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. જ્યાં તેમણે ક્રિકેટના દિગ્ગજોથી લઈ બોલિવુડ સ્ટાર સાથે મુલાકાત કરી હતી.

3 / 6
મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ફુટબોલના ભગવાન કહેવાતા લિયોનલ મેસ્સીએ ક્રિકેટના ભગવાન સચિન તેડુલકર સાથે મુલાકાત કરી હતી.  આ દરમિયાન સચિન-મેસ્સીનું નામ ગુંજી રહ્યું હતુ. સચિન તેડુલકરે મેસ્સીને એક ખાસ ગિફટ પણ આપી છે.

4 / 6
સચિન તેડુલકરે લિયોનલ મેસ્સીને ગિફ્ટમાં પોતાની સાઈન કરેલી જર્સી આપી હતી. બીજી બાજુ લિયોનલ મેસ્સીએ પણ સચિન તેડુલકરને ગિફટમાં ફુટબોલ આપી દરેકનું દિલ જીત્યું છે. આ દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ સ્ટેજ પર હાજર રહ્યા હતા.

5 / 6
ભારતના પૂર્વ ખેલાડી હરભજન સિંહે પણ લિયોનલ મેસ્સી સાથે મુલાકાત કરી હતી. તે પોતાની પત્ની ગીતા બસરાની સાથે ઈવેન્ટમાં પહોંચ્યો હતો. હરભજન સિંહે લિયોનલ મેસ્સીની સાથે કેટલાક ફોટો પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યા હતા. હરભજન સિંહને લિયોનલ મેસ્સીને પોતાની સાીન કરેલી જર્સી આપી હતી.

6 / 6
મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં એક વધુ ખાસ નજારો જોવા મળ્યો હતો. ભારતના સ્ટાર ફુટબોલ ખેલાડી સુનીલ છેત્રી પણ લિયોનલ મેસ્સીને મળવા પહોંચ્યો હતો. આ દરમિયાન બંન્ને દિગ્ગજોએ એકબીજાને ગળે લગાવ્યા હતા અને વાતચીત પણ કરી હતી. આ મુલાકાતે દરેક લોકોનું ધ્યાન ખેચ્યું હતુ.(PHOTO CREDIT- screenshot/sonyliv /PTI)