એક રિપોર્ટ અનુસાર, સચિન તેંડુલકરને BCCI તરફથી દર મહિને પેન્શનની રકમ 50,000 રૂપિયા મળે છે. જ્યારે વિનોદ કાંબલીને BCCI તરફથી દર મહિને 30,000 રૂપિયા મળે છે, એટલે કે 20,000 રૂપિયા ઓછા. કાંબલી અત્યારે જે સંજોગોમાંથી પસાર થઈ રહ્યો છે, તેમાં તેને BCCI તરફથી મળતું પેન્શન જ તેની આવકનો એકમાત્ર સ્ત્રોત છે. તે પેન્શનની રકમ સિવાય સચિન 1400 કરોડ રૂપિયાની સંપત્તિનો પણ માલિક છે.