
સૌથી પહેલા આરસીબીએ તમામ 6 મેચ જીતવી પડશે. જેની શરુઆત 25 એપ્રિલથી સનરાઈઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ મેચથી થશે. જો આજે ટીમ મોટા અંતરથી જીત મેળવે છે તો ટીમ માટે સારી વાત છે. જેનાથી નેટ રન રેટ સારો થશે.

પ્લેઓફમાં પહોંચવા માટે આરસબીને 3 ટીમના સાથની પણ મદદ લેવી પડશે. આ 3 ટીમ છે રાજસ્થાન રોયલ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ, જે પોઈન્ટ ટેબલમાં પહેલા, બીજા અને ત્રીજા સ્થાન પર છે. હાલમાં એવું લાગી રહ્યું છે કે, આ ત્રણેય ટીમ પ્લેઓફમાં પહોંચશે.

જો આરસીબી બાકી રહેલી તમામ મેચ જીતી જાય છે તો તેના 14 પોઈન્ટ થશે અને પ્લેઓફમાં ક્વોલિફાય કરી શકે છે. હાલમાં અન્ય ટીમના 12 કે પછી તેનાથી ઓછા પોઈન્ટ છે.