
ક્રિકેટમાં રોહિતના આગળના બે મોટા ગોલ વિશે વાત કરતાં દિનેશ લાડે કહ્યું, 'મને લાગે છે કે રોહિત પાસે માત્ર બે જ ગોલ છે, પહેલો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતવો અને બીજો વનડે વર્લ્ડ કપ જીતવો. જો તે ઈચ્છતો હોત તો તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ શકતો હતો પરંતુ તેણે માત્ર T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી.

રોહિત શર્મા બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ત્રણ મેચમાં માત્ર 31 રન જ બનાવી શક્યો હતો. ટેસ્ટ ક્રિકેટમાં સતત ફ્લોપ રહ્યા બાદ તેને સતત ડોમેસ્ટિક ક્રિકેટમાં લાલ બોલથી ક્રિકેટ રમવાની સલાહ આપવામાં આવી રહી છે, જે તેને ભવિષ્યમાં મદદ કરશે. તમને જણાવી દઈએ કે રોહિત છેલ્લે વર્ષ 2016માં ડોમેસ્ટિક ક્રિકેટ રમ્યો હતો. (All Photo Credit : PTI / X)