
રિષભ પંત વિદેશી ટેસ્ટની બંન્ને ઈનિગ્સમાં સદી ફટકાવનાર ભારતનો માત્ર 5 બેટ્સમેન છે. આ પહેલા વિજય હજારે, સુનીલ ગાવસ્કર, રાહુલ દ્રવિડ અને વિરાટ કોહલીએ આવું કર્યું હતુ પરંતુ ઈંગ્લેન્ડમાં આ પહેલી વખત છે. જ્યારે કોઈ ભારતીયે કમાલ કરી છે.

રિષભ પંત વિદેશી ટેસ્ટની બંન્ને ઈનિગ્સમાં સદી ફટકાવનાર ભારતનો 5મો બેટ્સમેન છે. આ પહેલા વિજય હજારે, સુનીલ ગાવસ્કર, રાહુલ દ્રવિડ અને વિરાટ કોહલીએ આવું કર્યું હતુ પરંતુ ઈંગ્લેન્ડમાં આ પહેલી વખત છે. જ્યારે કોઈ ભારતીયે કમાલ કરી છે.

આઈપીએલની નિષ્ફળતાને સંપૂર્ણપણે ભૂલી ગયેલા વિકેટકીપર બેટ્સમેન પંતે ઈંગ્લેન્ડ પહોંચીને પહેલી જ ટેસ્ટ મેચમાં બે સદી ફટકારીને બધાનું દિલ જીતી લીધું. સતત બીજી ઇનિંગમાં સદી ફટકારીને પંતે છગ્ગા ફટકારવાના મામલે એક ખાસ રેકોર્ડ પણ નોંધાવ્યો છે.પંતના 9 છગ્ગા ઇંગ્લેન્ડની ધરતી પર ટેસ્ટ મેચમાં કોઈપણ દેશના બેટ્સમેન દ્વારા સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ પણ છે.