
તમને જણાવી દઈએ કે, વર્ષ 2023ની આઈપીએલ સીઝનમાં ગુજરાત ટાઈટન્સ વિરુદ્ધ યશ દયાલના 5 બોલ પર 5 સિક્સ ફટકારી રિંકુ સિંહ ક્રિકેટ સ્ટાર બન્યો હતો. અહીથી તેનું નામ મોટા દિગ્ગજ પણ લેતા હતા.

જૌનપુરની મછલીશહર લોકસભા બેઠક પરથી સમાજવાદી પાર્ટીના સાંસદ પ્રિયા સરોજની રિંગ સેરેમની 8 જૂને લખનૌમાં યોજાશે.

તેમના લગ્ન ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર રિંકુ સિંહ સાથે થવાના છે. લગ્ન 18 નવેમ્બર, 2025ના રોજ વારાણસીની હોટેલ તાજ ખાતે થશે. તેમાં ક્રિકેટ સ્ટાર્સ, ફિલ્મ હસ્તીઓ અને ઉદ્યોગપતિઓ હાજરી આપશે.