IPL 2025માં ‘કેપ્ટન કોહલી’ની વાપસી ! વિરાટ ફરીથી RCBનો કેપ્ટન બનવા માંગે છે
IPL 2025 માટે ખેલાડીઓના રિટેન્શનને લઈ સતત હલચલ મચી રહી છે, પરંતુ આ બધાની વચ્ચે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના ચાહકો માટે સૌથી ચોંકાવનારા અને આનંદદાયક સમાચાર આવી રહ્યા છે. ત્રણ સિઝન પહેલા સુધી IPLમાં બેંગલુરુના કેપ્ટન રહેલા વિરાટ કોહલી ફરી એકવાર ટીમનું નેતૃત્વ કરતા જોવા મળી શકે છે.
1 / 5
IPL રિટેન્શન ડેડલાઈન પહેલા આ મોટો દાવો સામે આવ્યો છે, જે મુજબ કોહલીએ ફરીથી બેંગલુરુની કેપ્ટનશિપ કરવાનું મન બનાવી લીધું છે. હવે આવું થશે કે નહીં તે નવેમ્બરમાં યોજાનારી મેગા ઓક્શન બાદ જ ખબર પડશે.
2 / 5
વિરાટ કોહલીની કેપ્ટનશીપ અંગેનો આ દાવો ESPN-Cricinfoના એક વીડિયોમાં કરવામાં આવ્યો છે, જ્યાં IPL રિટેન્શન અંગે ચર્ચા થઈ રહી હતી. આ વીડિયોમાં જણાવવામાં આવ્યું છે કે વિરાટ કોહલીએ RCB મેનેજમેન્ટ સમક્ષ પોતાની દિલની લાગણી વ્યક્ત કરી છે અને ફરી એકવાર ટીમની કેપ્ટનશીપ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
3 / 5
વિરાટ કોહલીને 2013માં RCBની કેપ્ટનશીપ મળી અને ત્યારથી તે આગામી સતત 9 સિઝન સુધી ટીમનો કેપ્ટન રહ્યો, પરંતુ તે ક્યારેય ટીમને ચેમ્પિયન બનાવવામાં સફળતા ન રહ્યો, જેના કારણે તેણે IPL 2021 બાદ કપ્તાન પદેથી રાજીનામું આપી દીધું હતું. ત્યારથી, ફાફ ડુ પ્લેસિસે સતત ત્રણ સિઝન સુધી ટીમની કમાન સંભાળી છે.
4 / 5
આગામી સિઝન માટે બેંગલુરુ ડુપ્લેસીસને જાળવી રાખે તેવી શક્યતાઓ ખૂબ જ ઓછી છે. આવી સ્થિતિમાં RCB મેગા ઓક્શન દ્વારા કેએલ રાહુલ, રિષભ પંત અથવા શ્રેયસ અય્યરમાંથી કોઈ એકને ટીમનો કેપ્ટન બનાવવા પર વિચાર કરી રહ્યું છે. પરંતુ જો કોહલીએ ખરેખર સુકાની બનવાની ઈચ્છા વ્યક્ત કરી હોય તો RCB તેને ના પાડે તેવી શક્યતા નથી, કારણ કે કેપ્ટનશીપનો રેકોર્ડ ખરાબ હોવા છતાં કોહલી RCB ફ્રેન્ચાઈઝીની ઓળખ છે. કોહલી RCBનો પોસ્ટર બોય છે.
5 / 5
જો IPLમાં વિરાટના કેપ્ટનશીપના રેકોર્ડની વાત કરીએ તો તેણે 2013થી ફૂલટાઈમ કેપ્ટનશિપની જવાબદારી સંભાળી, પરંતુ તે એક વખત પણ RCB ચેમ્પિયન બનાવી શક્યો નહીં. કોહલીની કપ્તાનીમાં RCB 2016માં ફાઈનલમાં પહોંચી પરંતુ SRH સામે હારી ગઈ. કોહલીએ કુલ 143 મેચોમાં કેપ્ટનશીપ કરી, જેમાંથી 66માં જીતી અને 70માં હારનો સામનો કરવો પડ્યો હતો. (All Photo Credit : PTI)