
ઓસ્ટ્રેલિયાએ બીજી ઇનિંગ્સમાં 1 વિકેટે 65 રન બનાવ્યા. જાડેજાએ ઉસ્માન ખ્વાજાને આઉટ કર્યો પરંતુ તેની પ્રથમ સાત ઓવરમાં 36 રન આપ્યા. પછી તેણે માત્ર પાંચ ઓવરમાં 6 વિકેટે 6 રન આપીને ભારતની જીત નક્કી કરી.

ESPNcricinfo એવોર્ડ્સ વર્ષમાં શાનદાર પ્રદર્શનને લઈ નક્કી કરવામાં આવે છે. આ એવોર્ડની શરુઆતમાં પ્રથમ એવોર્ડ ભારતના પૂર્વ બોલર ઝાહિર ખાનને ઈંગ્લેન્ડ વિરુદ્ધ કરેલા શ્રેષ્ઠ પ્રદર્શનના કારણે મળ્યો હતો. ત્યારબાદ જસપ્રીત બુમરાહને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પ્રદર્શનના કારણે 2018માં આ એવોર્ડ મળી ચૂકયો છે. ત્યારે આ વર્ષ ક્યા બોલરને આ એવોર્ડ મળશે તે જોવાનું રહેશે.