PSL 2025 : પાકિસ્તાનની આ ટીમ માટે રમશે ડેવિડ વોર્નર, મળશે આટલા કરોડનો પગાર

|

Jan 13, 2025 | 7:37 PM

ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી ડેવિડ વોર્નરને IPL 2025 માટે કોઈપણ ટીમે ખરીદ્યો નથી. આ પછી તેણે પાકિસ્તાન સુપર લીગ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. હવે કરાચી કિંગ્સ ટીમ સાથે જોડાયા બાદ વોર્નર પાકિસ્તાનમાં તબાહી મચાવતો જોવા મળશે.

1 / 5
ડેવિડ વોર્નર હવે પાકિસ્તાન સુપર લીગમાં ધૂમ મચાવતો જોવા મળશે. કરાચી કિંગ્સે તેને PSL ડ્રાફ્ટ 2025માં સામેલ કર્યો છે. વોર્નરને 3 લાખ યુએસ ડોલર મળશે, જે પાકિસ્તાની ચલણમાં 8 કરોડથી વધુની રકમ છે.

2 / 5
ડેવિડ વોર્નરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. જો કે હવે ડેવિડ વોર્નર પાકિસ્તાનની આ લોકપ્રિય લીગમાં રમતો જોવા મળશે.

3 / 5
વોર્નર IPLમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોમાંનો એક રહ્યો છે. તેણે 184 મેચની 184 ઈનિંગ્સમાં 6565 રન બનાવ્યા છે. IPLમાં 4 સદી અને 62 અડધી સદી ફટકારનાર વોર્નરે સનરાઈઝર્સ હૈદરાબાદની કેપ્ટનશિપ પણ કરી છે. તેણે 2016માં હૈદરાબાદને ચેમ્પિયન પણ બનાવ્યું હતું. તે દિલ્હી કેપિટલ્સ તરફથી પણ રમી ચૂક્યો છે.

4 / 5
જોકે, વોર્નરને IPL 2025માં કોઈપણ ટીમે ખરીદ્યો ન હતો. સાઉદી અરેબિયાના જેદ્દાહમાં યોજાયેલી હરાજીમાં વોર્નરને કોઈ ખરીદનાર મળ્યો ન હતો. આ પછી તેણે PSL ડ્રાફ્ટ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.

5 / 5
પહેલો PSL ડ્રાફ્ટ 11 જાન્યુઆરીએ ગ્વાદરમાં યોજાવાનો હતો, પરંતુ સુરક્ષાના કારણોસર તે ફરીથી 13 જાન્યુઆરીએ લાહોરના હુઝૂરી બાગમાં યોજવામાં આવ્યો હતો. મેથ્યુ શોર્ટ, માઈકલ બ્રેસવેલ અને ડેરીલ મિશેલ જેવા મોટા નામોને પણ ડ્રાફ્ટમાં સામેલ કરવામાં આવ્યા હતા. (All Photo Credit : PTI / ESPN)

Published On - 7:36 pm, Mon, 13 January 25

Next Photo Gallery