
હાલમાં પીસીબીના અધ્યક્ષ મોહસિન નકવીએ કહ્યું હતુ કે, હાલમાં પીસીબીની પાસે જે પૈસા છે. તે દેશમાં રમતના વિકાસ માટે ખર્ચવામાં આવશે. તમને જણાવી દઈએ કે T20 નેશનલ કપ પાકિસ્તાનના ઘરેલુ ક્રિકેટની એક મોટી ટુર્નામેન્ટ છે, જેમાં રાષ્ટ્રીય ટીમના ખેલાડીઓ પણ રમે છે.

પાકિસ્તાને હાલમાં ચેમ્પિયન ટ્રોફી 225ની મેજબાની કરી હતી. આ ટૂર્નામેન્ટમાં તેનું પ્રદર્શન ખરાબ રહ્યું છે. આ ટૂર્નામેન્ટમાં પોતાના ખિતાબ જીતવા માટે પાકિસ્તાનની ટીમ આ વખતે કોઈ મેચ જીતી શકી નહી. ગ્રુપ સ્ટેજમાંથી જ બહાર થઈ હતી.

ત્યારબાદ કેટલાક સીનિયર ખેલાડીઓ નિશાન પર હતા. પરંતુ હવે બોર્ડનો આ હાલ જોઈ ખેલાડીઓથી વધારે બોર્ડ નિશાન પર છે કારણ કે, તે ખેલાડીઓની આધારભૂત સુવિધાઓ પુરી કરી શકતા નથી.