
તાજેતરમાં નિક્કી પ્રસાદના નામે એક મોટી ઉપલબ્ધિ નોંધાઈ હતી. ડિસેમ્બર 2024માં, તેમની કેપ્ટનશિપ હેઠળ અંડર-19 ટીમે એશિયા કપનો ખિતાબ જીત્યો હતો. આ પહેલો એશિયા કપ હતો જે ટીમ ઈન્ડિયાએ નિક્કીની કેપ્ટન્સીમાં કબજે કર્યો હતો. આ પછી હવે બીજી મોટી જવાબદારી નિક્કી પ્રસાદના ખભા પર છે.

આજે તે જ્યાં છે ત્યાં સુધી પહોંચવામાં નિક્કીની માતાએ મોટી ભૂમિકા ભજવી છે. 6 વર્ષની ઉંમરે તેને ક્રિકેટ તરફ ઝોક લાગ્યો અને તેણે તેની માતાને કહ્યું કે તે ક્રિકેટ રમવા માંગે છે. તેનું સપનું પૂરું કરવા માટે તેની માતાએ તેને દરેક શક્ય રીતે મદદ કરી. નિક્કી કહે છે, 'મને લાગે છે કે મને યાદ છે, લગભગ પાંચ વર્ષ સુધી મારી માતા મારી સાથે દરેક જગ્યાએ પ્રવાસ કરતી રહી. તે મારા ટ્રેનિંગ સેશન માટે વહેલી સવારે આવતી અને કલાકો સુધી મારી સાથે રહેતી. મારી બેટિંગ સુધારવા માટે મા મને બેંગલુરુની દરેક એકેડમીમાં લઈ ગઈ. (All Photo Credit : X / BCCI)
Published On - 7:30 pm, Fri, 17 January 25