હવે વિરાટ કોહલીનો વારો, ટેસ્ટમાં સતત નિષ્ફળ જતા BCCI તેના ભવિષ્યનો કરશે ફેંસલો
રોહિત શર્માને સિડની ટેસ્ટમાંથી બહાર કરવામાં આવતા હવેથી તે ટીમ ઈન્ડિયાનો ભાગ નહીં રહે તે નિશ્ચિત માનવામાં આવે છે. પસંદગીકારોએ પણ તેને આ અંગે જાણ કરી છે. હવે વિરાટ કોહલીનો વારો આવી શકે છે. તે પણ ટૂંક સમયમાં ટીમમાંથી બહાર પણ થઈ શકે છે.
1 / 7
ટીમ ઈન્ડિયા હવે કોઈની પણ સાડાબારી વિના તેના સૌથી મોટા બદલાવ તરફ આગળ વધી રહી છે. ધીમે ધીમે સિનિયર ખેલાડીઓ ડ્રેસિંગ રૂમમાંથી વિદાય લઈ રહ્યા છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં આર અશ્વિને ગાબા ટેસ્ટ બાદ નિવૃત્તિ લીધી હતી. રોહિત શર્માને આજથી શરુ થયેલી સિડની ટેસ્ટ મેચમાંથી બહાર કર્યા બાદ માનવામાં આવે છે કે મેલબોર્ન તેની છેલ્લી ટેસ્ટ ગણાય છે.
2 / 7
અશ્વિન અને રોહિત બાદ હવે વિરાટ કોહલી ટૂંક સમયમાં ટીમને છોડતો જોવા મળી શકે છે. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે BCCIના પસંદગીકારોએ કોહલીના ભવિષ્ય વિશે વિચારવાનું શરૂ કરી દીધું છે.
3 / 7
ઓસ્ટ્રેલિયા પ્રવાસ બાદ વિરાટ કોહલી સાથે વાતચીત પણ કરવામાં આવશે. કોહલીને તેની કારકિર્દી અંગેનો અભિપ્રાય પણ પૂછવામાં આવશે અને પછી પરસ્પર સંમતિથી અંતિમ નિર્ણય લેવામાં આવશે.
4 / 7
હવે એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે, વિરાટ પણ લાંબા સમય સુધી ટેસ્ટ ક્રિકેટમાં જોવા મળવાનો નથી. તે પણ ટૂંક સમયમાં ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમમાંથી વિદાય લેતો જોવા મળી શકે છે.
5 / 7
જો કે, બીસીસીઆઈ હાલમાં રવીન્દ્ર જાડેજાને ટીમ સાથે રાખવા માંગે છે. તેમના મતે ભારતીય ઓલરાઉન્ડર આ બદલાવમાં મોટી ભૂમિકા ભજવશે. આ જ કારણ છે કે તે ટેસ્ટ ટીમમાં રમતા જોવા મળશે અને નવા ખેલાડીઓ સાથે પોતાનો અનુભવ શેર કરતા રહેશે.
6 / 7
ટેસ્ટ ક્રિકેટમાં વિરાટ કોહલીની હાલત છેલ્લા એક વર્ષમાં ખૂબ જ ખરાબ છે. તે રન બનાવવા માટે સતત સંઘર્ષ કરી રહ્યો છે. કોહલીએ ઓસ્ટ્રેલિયા સામેની વર્તમાન શ્રેણીની 8 ઇનિંગ્સમાં 26.28ની એવરેજથી માત્ર 184 રન બનાવ્યા છે.
7 / 7
વર્ષ 2024માં વિરાટ કોહલીએ કુલ 19 ટેસ્ટ ઇનિંગ્સમાં બેટિંગ કરી અને 24.52ની એવરેજથી માત્ર 417 રન જ બનાવી શક્યા. કારકિર્દીમાં પ્રથમ વખત તેણે આટલા ઓછા રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન તે માત્ર 1 સદી અને 1 અડધી સદી જ ફટકારી શક્યો હતો.