
લગભગ 17 વર્ષ સુધી ક્રિકેટ જગતમાં રહ્યા બાદ સિદ્ધુએ 1999માં ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. નિવૃત્તિ બાદ તેણે કોમેન્ટ્રીમાં પણ હાથ અજમાવ્યો. નવજોત સિંહ સિદ્ધુ ફિલ્મોમાં જોવા મળી ચૂકયા છે. તેણે 'મુઝસે શાદી કરોગી' અને 'ABCD 2'માં કેમિયો કર્યો હતો અને પંજાબી ફિલ્મ 'મેરા પિંડ'માં પણ કામ કર્યું હતું.

પત્ની નવજોત સિવાય સિદ્ધુના પરિવારમાં બે બાળકો છે. પુત્રનું નામ કરણ અને પુત્રીનું નામ રાબિયા છે. દીકરી રાબિયા સિદ્ધુ સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે.રાબિયા સિદ્ધુ ફેશન અને પાર્ટીઓના શોખીન છે. રાબિયા ઈસ્ટીટુટો મેરાગોની કોલેજ લંડનમાં ફેશન ડિઝાઈનરનો કોર્સ કર્યો છે.તેની દીકરી મોડલિંગની ક્રેઝી છે.

ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા નવજોત સિંહ સિદ્ધુના પુત્ર કરણની સગાઈ થઈ ગઈ છે.નવજોત સિંહ સિદ્ધુએ પોતાના પુત્રનો ફોટો શેર કર્યો હતો. જેમાં સિદ્ધુ પરિવાર સાથે ઈનાયત રંધાવા જોવા મળી રહી છે.આ ફોટોમાં સિદ્ધુની પત્ની પણ જોવા મળી રહી છે,આ ફોટામાં તેમની પુત્રી રાબિયા પણ જોવા મળી રહી છે.

નવજોત સિદ્ધુના પુત્ર કરણે તેનો પ્રારંભિક અભ્યાસ યાદવિન્દ્ર પબ્લિક સ્કૂલ, પટિયાલામાંથી કર્યો હતો. કરણ રાજકારણમાં સક્રિય નથી. જોકે ચૂંટણીમાં પ્રચારમાં મહત્વની ભૂમિકા ભજવે છે.
Published On - 9:04 am, Fri, 20 October 23