
મુરલી વિજય ત્યારે ચર્ચામાં આવ્યો હતો. જ્યારે પૂર્વ ભારતીય ક્રિકેટર દિનેશ કાર્તિકની એક્સ વાઈફ નીકિતા સાથે સંબંધની ચર્ચાઓ થઈ હતી. નિકિતા અને દિનેશ કાર્તિકના લગ્ન 2007માં થયા હતા પરંતુ 2012માં છુટાછેડા થયા હતા. 2012માં મુરલી વિજય અને નિકિતાએ લગ્ન કર્યા હતા

બંન્નેના લગ્નને હવે 13 વર્ષ થઈ ચૂક્યા છે. નિકિતાએ સોશિયલ મીડિયા પર પતિ મુરલી વિજય સાથે ફોટો અપલોડ કરતી રહે છે. વિજયના ગ્રેસ હેડન સાથે ફોટો વાયરલ થયા બાદ તેમની પત્ની નિકિતા વિજયનું કોઈ રિએક્શન હજુ સામે આવ્યું નથી.

ગ્રેસ હેડન ઓસ્ટ્રેલિયન ક્રિકેટર મેથ્યુ હેડનની પુત્રી છે. હેડનની પુત્રી ગ્રેસ સ્પોર્ટ્સ પ્રેઝન્ટર તરીકે કામ કરે છે. ગ્રેસ તેની સુંદરતાને કારણે ખૂબ જ ચર્ચામાં રહે છે. તે વર્લ્ડ કપ 2023 દરમિયાન ચર્ચામાં આવી હતી.