
મુંબઈ ઈન્ડિયન્સે પ્લેઓફમાં પહોંચેલી આ ત્રણેય ટીમો (ગુજરાત ટાઈટન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને પંજાબ કિંગ્સ) સામે કુલ 4 મેચ રમી હતી અને આ બધી મેચોમાં MIને હારનો સામનો કરવો પડ્યો હતો.

લીગ સ્ટેજમાં 29 માર્ચે, મુંબઈ ઈન્ડિયન્સનો ગુજરાત ટાઈટન્સ સામે પરાજય થયો. આ પછી, 7 એપ્રિલે, RCBએ MIને 12 રનથી હરાવ્યું. જે બાદ, 6 મેના રોજ, મુંબઈ ફરી એકવાર ગુજરાત સામે હાર્યું. ત્યારબાદ 26 મેના રોજ, પંજાબ કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને હરાવ્યું.

આ વખતે IPLનો ઈતિહાસ પણ મુંબઈની વિરુદ્ધ હોય તેવું લાગે છે. હકીકતમાં, આ વખતે તે પોઈન્ટ ટેબલમાં ચોથા ક્રમે છે. આવી સ્થિતિમાં MIને એલિમિનેટર મેચ રમવી પડશે. પરંતુ આશ્ચર્યજનક વાત એ છે કે જ્યારે પણ તે લીગ તબક્કામાં ત્રીજા કે ચોથા સ્થાને રહ્યું છે, ત્યારે તે ફાઈનલમાં પહોંચી શક્યું નથી.

આનો અર્થ એ થયો કે જો મુંબઈ ઈન્ડિયન્સ આ વખતે ખિતાબ જીતવા માંગે છે, તો તેમણે IPLનો ઈતિહાસ પણ બદલવો પડશે. (All Photo Credit : PTI)