
121 રનના ટાર્ગેટનો પીછો કરતા મુંબઈ ઈન્ડિયન્સે નેટ સાયવર બ્રન્ટના 39 બોલમાં 57 રનની મદદથી ગુજરાત જાયન્ટ્સને આસાનીથી હરાવી દીધું હતું. બ્રન્ટ સિવાય એમેલિયા કરે 19 અને હેલી મેથ્યુઝે 17 રનનું યોગદાન આપ્યું હતું. ગુજરાતની કાશવી ગૌતમ અને પ્રિયા મિશ્રાએ બે-બે વિકેટ લીધી હતી.

મુંબઈ ઈન્ડિયન્સે WPL 2025માં ગુજરાત જાયન્ટ્સને હરાવી આ સિઝનની પહેલી જીત હાંસલ કરી હતી. મુંબઈ ઈન્ડિયન્સ પોઈન્ટ ટેબલમાં એક જીત અને એક હાર સાથે 2 પોઈન્ટ સાથે બીજા ક્રમે છે. RCB પોઈન્ટ ટેબલમાં બે મેચમાં બે જીત સાથે ટોપ પર છે. (All Photo Credit : X / WPL 2025)
Published On - 11:14 pm, Tue, 18 February 25