ICC Rankings : ગુજ્જુ ક્રિકટરોનો વર્લ્ડ રેકિંગમાં દબદબો, ટોપ 5 ઓલરાઉન્ડર્સમાં 3 ભારતીય ખેલાડીઓ

|

Feb 23, 2023 | 7:23 AM

ICC દ્વારા જાહેર કરવામાં આવેલી નવી રેકિંગમાં ભારતીય ટીમ અને ભારતીય ખેલાડીઓનો દબદબો જોવા મળ્યો હતો. ગુજ્જુ ક્રિકેટરોના વર્લ્ડ કલાસ પ્રદર્શનને કારણે તેમણે વર્લ્ડ રેકિંગમાં ટોપ 5માં સ્થાન મેળવ્યું છે.

1 / 5
ICCએ હાલમાં નવી રેકિંગ જાહેર કરી છે. ટેસ્ટ  રેકિંગમાં ભારતીય ઓલરાઉન્ડર્સનો દબદબો જોવા મળ્યો છે. ટોપ 5 ઓલરાઉન્ડર્સમાં 3 ભારતીય ખેલાડીઓના નામ સામે આવ્યા છે.

2 / 5
જાહેર કરવામાં આવેલી ટેસ્ટ રેકિંગમાં ભારતીય ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા નંબર-1 પર પહોંચી ગયો છે. જ્યારે રવિચંદ્રન અશ્વિન બીજા અને અક્ષર પટેલ પાંચમા નંબરે છે. ટી20 ઓલરાઉન્ડર રેકિંગમાં હાર્દિક પંડયા બીજા નંબર છે. જ્યારે ટી-20 અને વનડે ઓલરાઉન્ડર રેકિંગમાં બાંગ્લાદેશનો શાકિબ અલ હસન નંબર 1 સ્થાન પર છે.

3 / 5
જેમ્સ એન્ડરસન દુનિયાના નંબર-1 બોલર બની ગયો છે. તે બોલિંગ રેકિંગમાં ટોચ પર પહોંચનાર બીજા સૌથી વધુ ઉંમરના બોલર બની ગયો છે. બોલિંગ રેન્કિંગમાં ભારતના સ્ટાર સ્પિનર રવિચંદ્રન અશ્વિન બીજા અને રવીન્દ્ર જાડેજા 7 સ્થાનની છલાંગ સાથે નવમા સ્થાને પહોંચી ગયો છે. વનડે બોલર રેકિંગમાં ભારતીય બોલર મોહમ્મદ સિરાજ નંબર 1 સ્થાન પર છે.

4 / 5
ત્રણેય ફોર્મેટમાં બેટિંગમાં એક માત્ર ભારતીય સૂર્યકુમાર યાદવ ટોપ પર છે, તે ટી20 બેટિંગ રેકિંગમાં નંબર 1 પર છે.

5 / 5
ત્રણેય ફોર્મેટમાં ટીમ રેકિંગની વાત કરવામાં આવે તો તેમાં પણ ભારતનો દબદબો જોવા મળ્યો છે. ભારત ટી20 અને વનડેમાં નંબર 1 છે, જ્યારે ટેસ્ટ રેકિંગમાં બીજા નંબર પર છે.

Next Photo Gallery