
જો રૂટ સૌથી વધુ આંતરરાષ્ટ્રીય સદી ફટકારવાના મામલે હાલમાં રમતા ખેલાડીઓમાં બીજા સ્થાને છે. તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ 48 સદી ફટકારી છે. વર્તમાન સમયમાં રમતા ખેલાડીઓમાં જો રુટથી આગળ ભારતનો વિરાટ કોહલી છે. કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ 80 સદી ફટકારી છે.

આધુનિક ક્રિકેટમાં વિરાટ કોહલી, સ્ટીવ સ્મિથ, જો રૂટ અને કેન વિલિયમસન ફેબ-4 તરીકે ઓળખાય છે. આ ચાર ખેલાડીઓમાં જો રૂટ અત્યારે શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યો છે. 2021 ની શરૂઆતથી જો રૂટે ટેસ્ટમાં 17 સદી ફટકારી છે. જ્યારે વિરાટ કોહલી, સ્ટીવ સ્મિથ અને કેન વિલિયમસન મળીને માત્ર 17 સદી ફટકારી શક્યા છે. રૂટ ફેબ-4માં સૌથી વધુ ટેસ્ટ સદી ફટકારનાર ખેલાડી છે.
Published On - 9:31 pm, Sat, 31 August 24