Lok Sabha Elections 2024 : સચિન તેંડુલકર, સૂર્યકુમાર યાદવ અને અજિંક્ય રહાણેએ મતદાન કર્યું, જુઓ ફોટો

|

May 20, 2024 | 3:40 PM

8 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની 49 સીટ પર મતદાન થઈ રહ્યું છે. જે રાજ્યોમાં મતદાન થઈ રહ્યું છે તેમાં મહારાષ્ટ્રની 13 સીટ પણ સામેલ છે. આ દરમિયાન મુંબઈમાં બોલિવુડ સ્ટાર સહિત ક્રિકેટરોએ પણ મત આપવા પહોંચ્યા હતા.

1 / 5
આજે લોકસભા ચૂંટણીના પાંચમાં તબક્કામાં 8 રાજ્યોની 49 લોકસભા સીટો પર મતદાન થઇ રહ્યુ છે. લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં કલ્યાણ લોકસભા મતવિસ્તારમાં બપોરે 1 વાગ્યા સુધીમાં અંદાજે 22.52 ટકા મતદાન થયું છે.લદ્દાખમા 52.2 ટકા મતદાન નોંધાયુ છે.

2 / 5
આજે લોકસભા ચૂંટણીનું પાંચમા તબકકાનું મતદાન થઈ રહ્યું છે. જેમાં મહારાષ્ટ્ર, ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, બિહાર, ઉત્તરપ્રદેશ, જમ્મુ કાશ્મીર અને લદ્દાખ સામેલ છે. કેટલાક ક્રિકેટરોએ પણ પોતાના રાજ્યમાં મતદાન કર્યું હતુ.

3 / 5
સૂર્યકુમાર યાદવ જેવા ખેલાડીઓએ મુંબઈમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને લોકોને મતદાન કરવાની અપીલ કરી હતી.સૂર્યકુમાર યાદવે સોશિયલ મીડિયા પર ફોટો પોસ્ટ કરી કેપ્શનમાં લખ્યું આજે આપણા મતનો ઉપયોગ કરી દેશના ભવિષ્યને શાનદાર બનાવવા માટે યોગદાન આપો.

4 / 5
 આઈપીએલ 2024માં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમનાર ભારતીય બેટ્સમેન અજિક્ય રહાણે પત્ની સાથે મુંબઈમાં મત આપ્યો હતો. મત આપ્યા બાદ ક્રિકેટરે પત્ની સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો, અને કેપ્શનમાં લખ્યું અમે અમારી જવાબદારી પુરી કરી લીધી છે.

5 / 5
પૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેડુલકર પુત્ર અર્જુન તેડુલકરની સાથે મતદાન કરવા માટે પહોંચ્યા હતા. સચિને કહ્યું કે, હું લોકોને મતદાન કરવા અપીલ કરું છુ, આ આપણા ભવિષ્ય માટે ખુબ મહત્વપૂર્ણ છે.

Next Photo Gallery