IND vs NZ : ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને લાગ્યો ઝટકો, નહિ મળે દિવાળીની રજા જાણો કેમ

|

Oct 28, 2024 | 11:36 AM

ન્યુઝીલેન્ડ વિરુદ્ધ ટીમ ઈન્ડિયા 3 મેચની ટેસ્ટ સીરિઝમાં 0-2થી પાછળ ચાલી રહી છે. તેને આ સીરિઝમાં હારનો સામનો કરવો પડ્યો છે. ત્રીજી મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.

1 / 5
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 મેચની ટેસ્ટ સીરિઝ રમાશે. આ સીરિઝની પહેલી 2 મેચમાં ટીમ ઈન્ડિયાની હાર થઈ ચૂકી છે. સીરિઝની ત્રીજી અને છેલ્લી મેચ મુંબઈમાં રમાશે. આ મેચ માટે ભારતીય ટીમ મુંબઈ પહોંચી ચૂકી છે.

2 / 5
સીરિઝની ત્રીજી મેચ 1 નવેમ્બરના રોજ રમાશે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા આ મેચ જીતી ક્લીન સ્વીપનો ટેગ લેવા માંગશે નહિ, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં જવા માટે ટીમ ઈન્ડિયા માટે આ મેચ ખુબ જરુરી છે. આ મેચ પહેલા ટીમ ઈન્ડિયાને એક ઝટકો લાગ્યો છે.

3 / 5
ભારત અને ન્યુઝીલેન્ડ બન્ને ટીમ વચ્ચે ટેસ્ટ મેચ પહેલા ટીમ ઈન્ડિયા પ્રેક્ટિસ સેશનમાં ભાગ લેશે. રિપોર્ટ મુજબ ટીમ મેનેજમેન્ટે તમામ ખેલાડીઓ માટે ઓપ્શનલ ટ્રેનિંગ સેશનના સ્થાને ફરજિયાત ટ્રેનિંગ સેશન રાખવાનો નિર્ણય લીધો છે. ટીમ ઈન્ડિયાના ખેલાડી 30 અને 31 ઓક્ટોબરના રોજ પ્રેક્ટિસ કરશે.તમામ ખેલાડીઓ આ પ્રેક્ટિસ સેશનમાં ભાગ લેશે, એટલે કે, દિવાળીના દિવસે પણ ટીમ ઈન્ડિયાને રજા મળશે નહિ.

4 / 5
ન્યુઝીલેન્ડની ટીમે આ સીરિઝ પોતાને નામ કરી ટીમ ઈન્ડિયાનો 12 વર્ષનો દબદબો પૂર્ણ કર્યો છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા આ હારથી દુખી જોવા મળ્યો હતો.આ સિવાય ટીમ ઈન્ડિયાની બેટિંગ ખૂબ જ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી છે. જેમાં સુધારાની જરૂર છે.

5 / 5
આ બધી વાતને લઈ પ્રેક્ટિસ સેશન દરમિયાન બેટિંગ પર ફોક્સ કરવામાં આવશે. ટીમ ઈન્ડિયા આ સીરિઝની પહેલી મેચમાં 8 વિકેટથી હારી હતી. તેમજ બીજી મેચમાં તેમણે 113 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.

Next Photo Gallery