WPL મિની ઓક્શનમાં ખેલાડીઓની બોલી લગાવનાર મલ્લિકા સાગર કોણ છે? જાણો તેમની રસપ્રદ સફર

વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની મિની ઓક્શનમાં મહિલા ઓક્શનર મલ્લિકા સાગરે ખેલાડીઓની હરાજીનું સંચાલન કર્યું. આ પહેલી વાર નથી જ્યારે તેમણે ક્રિકેટની મોટી હરાજીની જવાબદારી સંભાળી હોય. IPL અને WPL સહિત વિવિધ ક્ષેત્રોમાં પોતાની ઓળખ બનાવનાર મલ્લિકા સાગર વ્યવસાયે ઓક્શનર છે. ચાલો તેમની કારકિર્દી અને ક્રિકેટ સાથેના કનેક્શન વિશે જાણીએ.

| Updated on: Oct 28, 2026 | 9:02 PM
1 / 8
મહિલા પ્રીમિયર લીગ 2027 માટે મીની ઓક્શન 28 ઓક્ટોબરે કોચીમાં યોજાયું હતું જેમાં ખેલાડીઓની હરાજી કરનાર મહિલા ઓક્શનર મલ્લિકા સાગર ફરી એકવાર ચર્ચામાં આવ્યા હતા.

2 / 8
મલ્લિકા સાગર મુંબઈ સ્થિત આર્ટ કલેક્ટર અને આધુનિક તથા સમકાલીન ભારતીય કલાની સલાહકાર છે. તેઓ છેલ્લા 25 વર્ષથી ઓક્શનના ક્ષેત્રમાં કાર્યરત છે.

3 / 8
મલ્લિકા સાગરે ફિલાડેલ્ફિયાની બ્રાયન માવર કોલેજમાં અભ્યાસ કર્યો હતો. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેમણે ઓક્શનરની કારકિર્દી શરૂ કરી હતી.

4 / 8
ક્રિકેટની હરાજી સાથે જોડાયા બાદ મલ્લિકા સાગરે IPL અને WPLમાં ખેલાડીઓની બોલી લગાવવાની જવાબદારી સંભાળી છે. તેમની હાજરીએ ક્રિકેટની હરાજીમાં એક નવી ઓળખ ઊભી કરી છે.

5 / 8
IPLના ઇતિહાસમાં મુખ્ય હરાજીનું સંચાલન કરનાર પ્રથમ મહિલા ઓક્શનર તરીકે પણ મલ્લિકા સાગરનું નામ નોંધાયું છે. ત્યારથી તેઓ ક્રિકેટ જગતમાં ચર્ચામાં રહ્યાં છે.

6 / 8
WPLની હરાજી અંગે મલ્લિકા સાગરે કહ્યું હતું કે આ જવાબદારી મળવી તેમના માટે સન્માનની વાત છે. મહિલા ક્રિકેટરોને પોતાની પ્રતિભા દર્શાવવા માટે મોટું મંચ મળે છે, તે બાબતથી તેઓ ખુશ છે.

7 / 8
હરાજીની પ્રક્રિયાથી વધુ પરિચિત થવા માટે મલ્લિકા સાગરે અગાઉની હરાજીના વીડિયો પણ જોયા હતા. તેમના પરિવારજનોની જેમ તેઓ પોતે પણ ક્રિકેટના મોટા ચાહક છે.

8 / 8
IPL અને WPLની હરાજીનું સંચાલન કરીને મલ્લિકા સાગરે રમતગમતની દુનિયામાં પોતાની અલગ ઓળખ બનાવી છે. ઓક્શન ક્ષેત્રનો તેમનો લાંબો અનુભવ તેમને આ જવાબદારીમાં મદદરૂપ થાય છે. (PC:X/BCCI/WPL)

Published On - 9:02 pm, Wed, 28 October 26

Follow Us
Loading...
Unable to load recommendations.