IPL 2025 Mega Auction : આઈપીએલમાં સૌથી નાના અને સૌથી મોટા ખેલાડી વિશે જાણો , જુઓ ફોટો
આઈપીએલ 2015ના ઓક્શનમાં ભાગ લેનાર સૌથી નાના ખેલાડીની ઉંમર માત્ર 14 વર્ષની છે. તો જાણો આઈપીએલના ઓક્શનમાં ભાગલેનાર મોટો ખેલાડી કોણ છે અને તેની ઉંમર કેટલી છે.
1 / 5
આઈપીએલ 2025 મેગા ઓક્શનનું આયોજન 24 અને 25 નવેમ્બરના રોજ જેદ્દાહમાં કરવામાં આવશે. આ વખતે ઓક્શનમાં કુલ 574 ખેલાડીઓના નામ બીસીસીઆઈ દ્વારા શોર્ટ લિસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં 366 ભારતીય ખેલાડી છે. જ્યારે 208 વિદેશી ખેલાડી છે. આ વખતે આઈપીએલમાં જે સૌથી નાની ઉંમરનો ખેલાડી છે. તેની ઉંમર 14 વર્ષની છે, જ્યારે સૌથી મોટી ઉંમરના ખેલાડીની ઉંમર 42 વર્ષ છે.
2 / 5
આઈપીએલ 2025ના ઓક્શનમાં સામેલ થનારા સૌથી યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશી છે. જેની ઉંમર 14 વર્ષ છે. વૈભવ સૂર્યવંશી બિહાર માટે રમે છે. બેટિંગની સાથે તે સ્પિન બોલિંગ પણ કરે છે. વૈભવ રણજીની આ સીઝનમાં બિહાર રમી રહ્યો છે. તેમણે ઓક્શનમાં તેની બેસ પ્રાઈઝ 30 લાખ રુપિયા રાખી છે.
3 / 5
વૈભવ સૂર્યવંશી આઈપીએલ 2025 ઓક્શનમાં સામેલ થનારો સૌથી નાની ઉંમરનો ખેલાડી છે. તેમજ સૌથી મોટી ઉંમરનો ખેલાડી જેમ્સ એન્ડરસન છે. જેની ઉંમર 42 વર્ષની છે. એન્ડરસને આ ઓક્શનમાં પોતાની બેસ પ્રાઈઝ 1.25 કરોડ રાખી છે.
4 / 5
આ વખતે 75 લાખની બેસ પ્રાઈઝ 92 ખેલાડી જ્યારે 50 લાખની બેસ પ્રાઈઝમાં 8 ખેલાડી તો 40 લાખની બેસ પ્રાઈઝમાં 5 ખેલાડીઓ છે.આ વખતે 30 લાખની બેસ પ્રાઈઝમાં 320 ખેલાડીઓએ પોતાના નામ દાખલ કર્યા છે.
5 / 5
આઈપીએલ 2025ના ઓક્શનમાં 2 કરોડ રુપિયાની બેસ પ્રાઈઝ રાખનાર ખેલાડીઓની કુલ સંખ્યા 81 છે, જ્યારે 1.25 કરોડના સ્લેબમાં 18 ખેલાડી છે.1.5 કરોડ રુપિયાની બેસ પ્રાઈઝ રાખનાર ખેલાડીઓની સંખ્યા 27 છે. જ્યારે એક કરોડ રુપિયાની બેસ પ્રાઈઝ સ્લેબમાં કુલ 23 ખેલાડી સામેલ છે.