
ઝહીર ખાન અનેક મોટી બ્રાન્ડની જાહેરાત કરે છે. તેમજ બ્રાન્ડ એમ્બેસેડર પણ છે. સાથે પૂર્વ ક્રિકેટર અનેક બિઝનેસ પણ કરે છે.ઝહીર ખાન ડાઈન ફાઈન નામની એક રેસ્ટોરન્ટ ખોલી છે. તે પુણેમાં સ્પોર્ટસ લાઉઝ પણ ખોલ્યું છે. તેમજ પ્રો સ્પોર્ટ ફિટનેસ અને સર્વિસેજના કો-ફાઉન્ડર છે. એક ફિટનેસ એપનો સહ-માલિક પણ છે.

ઝહીર ખાને વર્ષ 2021માં મુંબઈના સેનાપતિ બાપત માર્ગ પર લગ્ઝરી ડ્યૂપલેક્સ ઘર લીધું હતુ. આ ઘરની કિંમત 11.5 કરોડ રુપિયા છે. ઝહીર ખાનના નામે અનેક લગ્ઝરી ગાડીઓ પણ છે. જેની કિંમત કરોડોમાં છે.