ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં જસપ્રીત બુમરાહને મળી શકે છે ટીમ ઈન્ડિયામાં મોટી જવાબદારી

|

Jan 06, 2025 | 4:29 PM

ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન ફેબ્રુઆરી-માર્ચમાં થવાનું છે. પાકિસ્તાન દ્વારા આયોજિત થનારી આ ICC ટૂર્નામેન્ટમાં વિશ્વની 8 ટીમો ભાગ લેતી જોવા મળશે. આ માટે ભારત જસપ્રીત બુમરાહને વાઈસ કેપ્ટન બનાવશે એવી ચર્ચા છે. જોકે, આ સમાચાર પર સત્તાવાર મંજૂરીની મહોર હજુ બાકી છે.

1 / 6
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 19મી ફેબ્રુઆરીથી શરૂ થશે, જેના માટે ટીમોની જાહેરાત કરવાની છેલ્લી તારીખ 12મી જાન્યુઆરી છે. ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમની જાહેરાત કરવી ભારતીય પસંદગીકારો માટે એક મોટો પડકાર બની રહેશે.

2 / 6
એવું માનવામાં આવે છે ચેમ્પિયન્સ ટ્રોફીમાં એ જ ખેલાડીઓ રમતા જોવા મળશે, જેમને ઈંગ્લેન્ડ સામેની ઘરઆંગણે વનડે શ્રેણી માટે પસંદ કરવામાં આવશે.

3 / 6
જસપ્રીત બુમરાહ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઈન્ડિયાનો વાઈસ કેપ્ટન હશે એવા અહેવાલ છે. મતલબ, તે રોહિત શર્માના ડેપ્યુટીની ભૂમિકા ભજવતો જોવા મળી શકે છે.

4 / 6
જોકે, સિડની ટેસ્ટ દરમિયાન થયેલી ઈજાને કારણે બુમરાહ માટે ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાં રમવું મુશ્કેલ છે. સિડની ટેસ્ટ દરમિયાન બુમરાહને પીઠમાં દુખાવો થયો હતો જે બાદ તે મેદાન છોડી બહાર ગયો અને પાછો આવ્યો નહીં.

5 / 6
જસપ્રીત બુમરાહને સ્કેનિંગ માટે લઈ જવામાં આવ્યો હતો. જો કે સ્કેનમાં શું આવ્યું તેનો રિપોર્ટ હજી સુધી સામે આવ્યો નથી.

6 / 6
જસપ્રીત બુમરાહની ઈજાના લેટેસ્ટ રિપોર્ટના આધારે જ પસંદગીકારો નક્કી કરશે કે તેને ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ટીમમાં પસંદ કારવાઓ કે નહીં અને જો ફિટ જાહેર થશે તો તેને વાઈસ-કેપ્ટન બનાવવો કે નહીં. (All Photo Credit : PTI / GETTY)

Next Photo Gallery