
ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ઈન્ટરનેશલ ક્રિકેટમાં 10 વર્ષ પુરા કર્યા છે. જે એક માઈલસ્ટોન છે. જેને મોર્ડન ક્રિકેટમાં બહુ ઓછા ફાસ્ટ બોલરોએ હાંસલ કર્યો છે. બુમરાહે ભારતના તમામ ફોર્મેટમાં તેની ફાસ્ટ બોલિંગ અભિગમ બદલી નાખ્યો છે.

જસપ્રીત બુમરાહે 23 જાન્યુઆરી 2016માં ઓસ્ટ્રેલિયા ટુર દરમિયાન ડેબ્યુ કર્યું હતુ. આ એક વનડે મેચ હતી. જે ઐતિહાસિક સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાઈ હતી. આ મેચમાં બુમરાહે પોતાની છાપ છોડી હતી. જેમણે 10 ઓવરમાં 40 રન આપ્યા અને 2 વિકેટ લીધી હતી. ત્યારબાદ તે વર્લ્ડ ક્રિકેટમાં સૌથી ખતરનાક બોલરમાંથી એક બની ગયો છે.

પહેલી ઈન્ટરનેશલ મેચ પછી તેના ટી20 ડેબ્યુ 26 જાન્યુઆરી 2016ના રોજ એડિલેડમાં થયું હતુ. તેનુ ટેસ્ટ ડેબ્યુ 2 વર્ષ બાદ જાન્યુઆરી 2018માં કેપ ટાઉનમાં સાઉથ આફ્રિકા વિરુદ્ધ હતુ. અહી તેમણે સાબિત કરી દીધું કે, ભારતીય ફાસ્ટ બોલર વિદેશમાં પણ હાવી થઈ શકે છે.

10 વર્ષમાં બુમરાહ શાંત માઈન્ડસેટ, ફાસ્ટ યોર્કર, તેના અલગ વેરિએશન્સે ભારતને ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકામાં મહત્વની મેચ જીતાડવામાં મદદ કરી છે. ભારતીય ઝડપી બોલિંગ વિશે લાંબા સમયથી ચાલતી ધારણાઓ બદલાઈ ગઈ.

છેલ્લા 10 વર્ષમાં જસપ્રીત બુમરાહે પોતાની બોલિંગ દ્વારા અનેક રેકોર્ડ બનાવ્યા છે અને તોડ્યા પણ છે. તો ચાલો જાણીએ ક્યા ક્યા ટાઈટલ બુમરાહે પોતાને નામ કર્યા છે.

આઈસીસી વર્ષ 2024ના ક્રિકેટર સર ગારફીલ્ડ સોબર્સ ટ્રોફી, આઈસીસી પુરુષ ટેસ્ટ ક્રિકેટ ઓફ ધ યર 2024, આઈસીસી ટી20 વર્લ્ડકપ 2024નો પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ, બોર્ડર ગવસ્કર ટ્રોફી 2024-25માં પ્લેયર ઓફ ધ સીરિઝ 32 વિકેટ, 200 ટેસ્ટ વિકેટ પુરી કરનાર સૌથી ફાસ્ટ બોલર, વર્ષ 2024નો અંત 71 ટેસ્ટ વિકેટની સાથે કર્યો હતો. જે વર્ષ કોઈ પણ બોલર દ્વારા સૌથી વધારે વિકેટ છે.