ઈશાન કિશનની હાલત થઈ ખરાબ, હવે ટીમ ઈન્ડિયામાં વાપસી કરવી મુશ્કેલ!

|

Aug 23, 2024 | 5:32 PM

ટીમ ઈન્ડિયામાંથી બહાર રહેલો વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશન બુચી બાબુ ટૂર્નામેન્ટમાં ઝારખંડની કેપ્ટનશીપ કરી રહ્યો છે. પ્રથમ મેચમાં તેણે સદી ફટકારીને ટીમને જીત તરફ દોરી હતી, પરંતુ બીજી મેચમાં તે ફ્લોપ સબઇટ થયો અને તેની ટીમ પણ હારી ગઈ, એવામાં હવે હવે ટીમ ઈન્ડિયામાં વાપસી કરવી મુશ્કેલ બની ગઈ છે.

1 / 5
ટીમ ઈન્ડિયામાં વાપસી કરવાના ઉદ્દેશ્ય સાથે ઈશાન કિશન તમિલનાડુમાં ચાલી રહેલી બૂચી બાબુ ટૂર્નામેન્ટમાં રમી રહ્યો છે. ઈશાન ઝારખંડનો કેપ્ટન છે અને પ્રથમ મેચમાં તેણે ટીમ માટે શાનદાર સદી ફટકારી હતી અને તેને જીત તરફ દોરી હતી. જો કે બીજી જ મેચમાં ઈશાન સાથે કંઈક એવું થયું જેની તેના ચાહકોએ અપેક્ષા પણ નહીં કરી હોય.

2 / 5
ઈશાન કિશન બીજી મેચમાં હૈદરાબાદ સામે નિષ્ફળ રહ્યો હતો અને ઝારખંડને પણ 9 વિકેટથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ઝારખંડની આ હાર બાદ ટીમ ઈન્ડિયામાં વાપસીની ઈશાન કિશનની આશાને ફટકો પડશે.

3 / 5
ઈશાન કિશન ઈન્ડિયા સિમેન્ટ્સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં બંને દાવમાં નિષ્ફળ રહ્યો હતો, ઈશાને પહેલી ઈનિંગમાં માત્ર 1 રન બનાવ્યો હતો અને તેની ટીમ માત્ર 178 રન બનાવી શકી હતી. જ્યારે બીજી ઈનિંગમાં પણ ઝારખંડનો ફ્લોપ શો ચાલુ રહ્યો. આ વખતે પણ ઈશાન બેટિંગમાં નિષ્ફળ રહ્યો. તે સાતમા નંબરે બેટિંગ કરવા આવ્યો અને 5 રન બનાવીને આઉટ થયો હતો.

4 / 5
જો ઈશાન કિશનને ટીમ ઈન્ડિયામાં વાપસી કરવી હોય તો આ ખેલાડીને બને તેટલી મોટી ઈનિંગ્સ રમવી પડશે. કારણ કે હવે કેએલ રાહુલ સિવાય તે રિષભ પંત સાથે પણ સ્પર્ધા કરી રહ્યો છે. ધ્રુવ જુરેલ પણ ટેસ્ટ ક્રિકેટમાં પોતાનું સ્થાન જમાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. આવી સ્થિતિમાં ઈશાન માટે પડકાર મોટો છે અને આ ખેલાડી ત્યારે જ ટીમમાં સ્થાન મેળવી શકશે જ્યારે તે રન બનાવશે.

5 / 5
જોકે, ઈશાન કિશન 5 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલી બાંગ્લાદેશ શ્રેણી પહેલા દુલીપ ટ્રોફી પણ રમશે. કહેવામાં આવી રહ્યું છે કે આ મેચ બાદ જ ટીમ ઈન્ડિયાની બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સિરીઝ માટે પસંદગી કરવામાં આવશે, હવે જોવાનું એ રહેશે કે કિશન આ મેચમાં કેવું પ્રદર્શન કરે છે.

Next Photo Gallery