ભારતમાં જ યોજાશે IPL 2024, અરુણ ધૂમલે આપી મોટી અપડેટ
વર્ષ 2009 માં સામાન્ય ચૂંટણીઓને કારણે આ ટુર્નામેન્ટ દક્ષિણ આફ્રિકામાં રમાઈ હતી. વર્ષ 2014માં ચૂંટણીના કારણે સિઝનની પ્રથમ મેચ યુએઈમાં રમાઈ હતી. ચૂંટણી હોવા છતાં સમગ્ર આઈપીએલ 2019 સિઝન ભારતમાં રમાઈ હતી. તેમ છતા BCCIને વિશ્વાસ છે કે ચૂંટણી સામે આ વર્ષે ટૂર્નામેન્ટ સંપૂર્ણપણે ભારતમાં જ રમાશે.
1 / 5
IPLના અધ્યક્ષ અરુણ ધૂમલે મહત્વની અપડેટ આપી છે. એક ઈન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું કે, ફરી એકવાર આઈપીએલના આયોજન પહેલા દેશ માટે જરુરી ચૂંટણી સામે આવી છે. તેમ છતા BCCIને વિશ્વાસ છે કે ટૂર્નામેન્ટ સંપૂર્ણપણે ભારતમાં જ રમાશે.
2 / 5
તેમણે જણાવ્યું કે , અમે IPLના સ્થળને લઈને ભારત સરકાર અને એજન્સીઓ સાથે વાતચીત કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે , અમે ચૂંટણીના કાર્યક્રમની જાહેરાતની રાહ જોઈ રહ્યા છીએ અને પછી અમે તે મુજબ આયોજન કરીશું.
3 / 5
વર્ષ 2009 માં સામાન્ય ચૂંટણીઓને કારણે આ ટુર્નામેન્ટ દક્ષિણ આફ્રિકામાં રમાઈ હતી. વર્ષ 2014માં ચૂંટણીના કારણે સિઝનની પ્રથમ મેચ યુએઈમાં રમાઈ હતી. ચૂંટણી હોવા છતાં સમગ્ર આઈપીએલ 2019 સિઝન ભારતમાં રમાઈ હતી.
4 / 5
વર્ષ 2020માં BCCIને COVID-19ને કારણે લીગને UAEમાં ખસેડવાની ફરજ પડી હતી.વર્ષ 2021માં આઈપીએલનો બીજો હાફ પણ આ જ કારણસર UAEમાં રમાયો હતો.
5 / 5
સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, આઈપીએલની 17મી સીઝનની ફાઈનલ મેચ 26 મે સુધી રમાઈ શકે છે. T20 વર્લ્ડ કપ 5 જૂનથી શરૂ થવા જઈ રહ્યો છે, તેથી BCCI ખેલાડીઓને તૈયારી માટે 8 થી 10 દિવસનો સમય આપી શકે છે. જો કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.આ પહેલા અટકળો હતી કે લોકસભાની ચૂંટણીને કારણે IPLની 17મી સિઝન ભારતને બદલે વિદેશમાં શિફ્ટ કરવામાં આવશે.