Breaking News : IPL 2026 પહેલા જ માહોલ ગરમ, હાર્દિક પંડયા – રોહિત શર્માના ઝઘડાની વાત પર મુંબઈ ઈન્ડિયન્સની સ્પષ્ટતા, જુઓ

IPL 2026 પહેલા હાર્દિક પંડ્યાએ રોહિત શર્માને ચેતવણી આપી હોવાની સોશિયલ મીડિયા અફવાએ ચર્ચા જગાવી હતી. રોહિતના પ્રદર્શન અને કેપ્ટનશીપ પર સવાલો ઉઠ્યા.

| Updated on: Mar 14, 2026 | 3:33 PM
1 / 6
IPL 2026 શરૂ થવા પહેલા મુંબઈ ઈન્ડિયન્સના કેમ્પને લઈને સોશિયલ મીડિયા પર ફેલાયેલી એક અફવાએ ભારે ચર્ચા જગાવી છે. અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્માને સીઝન પહેલા ચેતવણી આપી હતી. જોકે, આ દાવાઓ સામે હવે મુંબઈ ઈન્ડિયન્સે સત્તાવાર રીતે સ્પષ્ટતા કરી છે.

2 / 6
IPLની 19મી સિઝન 28 માર્ચથી શરૂ થવાની છે અને તમામ ટીમોએ સીઝન માટે તૈયારીઓ તેજ કરી દીધી છે. આ વચ્ચે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી એક પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે જો રોહિત શર્મા આ સીઝનમાં સારી બેટિંગ નહીં કરે તો હાર્દિક પંડ્યા તેને સહન નહીં કરે. પોસ્ટમાં વધુમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે છેલ્લા ઘણા વર્ષોમાં રોહિતનું IPL પ્રદર્શન અપેક્ષા મુજબ રહ્યું નથી.

3 / 6
સોશિયલ મીડિયા પર આ પોસ્ટ ઝડપથી વાયરલ થઈ ગઈ અને ક્રિકેટ ચાહકો વચ્ચે ચર્ચાનો વિષય બની ગઈ. રોહિત શર્માના બેટિંગ ફોર્મ અંગે છેલ્લા કેટલાક સમયથી ચર્ચા ચાલી રહી છે. IPL 2013 પછીથી તેઓ એક પણ સીઝનમાં 500 રન સુધી પહોંચી શક્યા નથી. જોકે, ગયા સીઝનમાં તેમણે 15 મેચમાં 418 રન બનાવીને મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

4 / 6
આ વાયરલ દાવાઓ સામે મુંબઈ ઈન્ડિયન્સે તરત જ પ્રતિક્રિયા આપી. ટીમે તેમના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પર ફક્ત બે શબ્દોમાં જવાબ આપ્યો — “કોણે કહ્યું?” સાથે જ હાર્દિક પંડ્યાનો એક રમૂજી GIF પણ શેર કર્યો. ટીમની આ પ્રતિક્રિયા સ્પષ્ટ કરે છે કે સોશિયલ મીડિયા પર ફેલાતી આ પોસ્ટનો કોઈ આધાર નથી.

5 / 6
મુંબઈ ઈન્ડિયન્સ માટે રોહિત શર્મા અને હાર્દિક પંડ્યા બંને મહત્વપૂર્ણ ખેલાડીઓ છે. રોહિતે ઘણા વર્ષો સુધી ટીમનું નેતૃત્વ કર્યું હતું અને તેમના નેતૃત્વ હેઠળ મુંબઈએ પાંચ વખત IPL ટ્રોફી જીતી છે. હાલ હાર્દિક પંડ્યા 2024થી ટીમના કેપ્ટન તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે.

6 / 6
IPL 2026માં મુંબઈ ઈન્ડિયન્સ 29 માર્ચે પોતાની અભિયાનની શરૂઆત કરશે. ટીમની પહેલી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે રમાશે. ચાહકોને આશા છે કે રોહિત અને હાર્દિક બંને મળીને ટીમને ફરી એકવાર જીત તરફ દોરી જશે.IPL 2026માં મુંબઈ ઈન્ડિયન્સ 29 માર્ચે પોતાની અભિયાનની શરૂઆત કરશે. ટીમની પહેલી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે રમાશે. ચાહકોને આશા છે કે રોહિત અને હાર્દિક બંને મળીને ટીમને ફરી એકવાર જીત તરફ દોરી જશે.