IPL 2026: મુંબઈના અનુભવી ખેલાડીએ અમ્પાયરને બોલ્યા અપશબ્દો, BCCI એ કરી કાર્યવાહી.. જુઓ

મુંબઈ ઈન્ડિયન્સના અનુભવી ખેલાડીએ IPL 2026 મેચ દરમિયાન અમ્પાયર સાથે અયોગ્ય વર્તન બદલ BCCI દ્વારા દંડ ફટકારવામાં આવ્યો છે.

| Updated on: May 15, 2026 | 5:44 PM
1 / 5
મુંબઈ ઈન્ડિયન્સ માટે IPL 2026ની સીઝન હવે સમાપ્ત થઈ ચૂકી છે, પરંતુ ટીમ સાથે જોડાયેલા એક નવા વિવાદે ચર્ચા જગાવી છે. 14 મેના રોજ ધર્મશાળામાં રમાયેલી પંજાબ કિંગ્સ સામેની મેચ બાદ BCCI એ મુંબઈ ઈન્ડિયન્સના બેટિંગ કોચ કિરોન પોલાર્ડ સામે શિસ્તભંગની કાર્યવાહી કરી છે. અહેવાલો મુજબ, પોલાર્ડે મેચ દરમિયાન અમ્પાયર સાથે અયોગ્ય વર્તન કર્યું હતું.

2 / 5
મુંબઈ અને પંજાબ વચ્ચેની મેચ દરમિયાન મુંબઈની ઇનિંગની 19મી ઓવરમાં આ ઘટના બની હતી. મેચ ચાલી રહી હતી ત્યારે કિરોન પોલાર્ડ ચોથા અમ્પાયર સાથે ઉગ્ર ચર્ચા કરતા જોવા મળ્યા હતા. કહેવામાં આવે છે કે ચર્ચા દરમિયાન પોલાર્ડે અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો, જેને કારણે મામલો વધુ ગંભીર બન્યો.

3 / 5
BCCI એ આ વર્તનને IPL આચાર સંહિતાના કલમ 2.3નું ઉલ્લંઘન ગણાવ્યું છે. આ નિયમ મુજબ, મેચ દરમિયાન અપશબ્દો બોલવા અથવા અમ્પાયર સાથે અયોગ્ય ભાષાનો ઉપયોગ કરવો ગુનો માનવામાં આવે છે. પોલાર્ડનો આ ગુનો લેવલ-1 હેઠળ ગણાયો છે.

4 / 5
આ મામલે BCCI એ કિરોન પોલાર્ડ પર તેમની મેચ ફીની 15 ટકા રકમનો દંડ ફટકાર્યો છે. સાથે જ તેમને એક ડિમેરિટ પોઈન્ટ પણ આપવામાં આવ્યો છે. IPL જેવી મોટી ટૂર્નામેન્ટમાં ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ માટે શિસ્ત જાળવવી ખૂબ મહત્વની માનવામાં આવે છે, તેથી બોર્ડ આવા મામલાઓમાં કડક વલણ અપનાવે છે.

5 / 5
ઉલ્લેખનીય છે કે આ સીઝનમાં અમ્પાયર સાથેના દુર્વ્યવહારનો આ પહેલો કિસ્સો નથી. આ પહેલા RCBના મુખ્ય કોચ એન્ડી ફ્લાવર પર પણ સમાન પ્રકારની કાર્યવાહી થઈ હતી. તેમણે પણ મેચ દરમિયાન અમ્પાયર સાથે અયોગ્ય વર્તન કર્યું હોવાનું સામે આવ્યું હતું, જેના કારણે BCCI એ તેમની મેચ ફીની 15 ટકા રકમ દંડરૂપે કાપી હતી.

Follow Us