
આ ખેલાડીઓને ટીમમાંથી બહાર કરવા એ RRની સૌથી મોટી ભૂલ હતી. કારણ કે આ ખેલાડીઓ લાંબા સમયથી IPLમાં રમી રહ્યા છે અને તેમનો અનુભવ RR માટે ઉપયોગી થયો હોત. હવે આ ચાર ખેલાડીઓ આ સિઝનમાં અન્ય ટીમો માટે શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે રાજસ્થાન રોયલ્સ હાલમાં પોઈન્ટ ટેબલમાં આઠમાં ક્રમે છે અને પ્લેઓફમાં પહોંચવાની તેમની આશાઓ ખતમ થઈ ગઈ છે.

યુઝવેન્દ્ર ચહલ : પંજાબ કિંગ્સના સ્પિનર યુઝવેન્દ્ર ચહલે આ સિઝનમાં પહેલી હેટ્રિક લેવાની સિદ્ધિ હાંસલ કરી છે. તેણે પંજાબ કિંગ્સ માટે 10 મેચમાં 13 વિકેટ લીધી છે. તેણે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે હેટ્રિક લઈને બધાને ચોંકાવી દીધા હતા.

ટ્રેન્ટ બોલ્ટ : ટ્રેન્ટ બોલ્ટ આ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમી રહ્યો છે. તે પાવરપ્લેમાં સતત વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી રહ્યો છે. IPL 2025માં MI વતી રમતા તેણે 11 મેચોમાં 16 વિકેટ લીધી છે.

જોસ બટલર : ગુજરાત ટાઈટન્સની બેટિંગનો આધારસ્તંભ બનેલો જોસ બટલર ઓરેન્જ કેપની રેસમાં યથાવત છે. આ સિઝનમાં, તેણે અત્યાર સુધીમાં 10 મેચમાં 40.52ની સરેરાશથી 470 રન બનાવ્યા છે. જેમાં 5 અડધી સદીનો સમાવેશ થાય છે. આ સિઝનમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓની યાદીમાં તે ચોથા સ્થાને છે.

પ્રસિદ્ધ કૃષ્ણા : ગુજરાત ટાઈટન્સનો ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણા અત્યારે શાનદાર ફોર્મમાં છે. તેણે આ સિઝનમાં અત્યાર સુધી સૌથી વધુ વિકેટો લઈને પર્પલ કેપ જીતી છે. તેણે 10 મેચમાં 19 વિકેટ લીધી છે. (All Photo Credit : PTI)