
તો હવે આપણે જાણીએ કે, પ્રીમિયમ કેમ વધી શકે છે? ઈકોનોમિક ટાઈમ્સના રિપોર્ટ મુજબ ગત્ત સીઝનમાં એક મેચ રદ્દ થવા પર 16 કરોડ થી 17 કરોડ સુધીનો ક્લેમ થયો હતો. આટલું જ નહી ગત્ત વખતની સીઝનમાં 3 મેચ રદ્દ કરવામાં આવી હતી કે પછી ટુંકી રમાડવામાં આવી હતી. જેનાથી આઈપીએલ આયોજકો અને ફ્રેન્ચાઈઝીને નુકસાન થયું હતુ. આ માટે કરોડો રુપિયાનો ક્લેમ આપનાર વીમા કંપનીઓએ તેમના પ્રીમિયમ દરો પર પુનર્વિચાર કરવો પડ્યો છે અને ફરીથી નક્કી કરવા પડ્યા છે.

રિપોર્ટ મુજબ જે પહેલા 2 કરોડના પ્રીમિયર લેતી હતી. તે હવે 4 કરોડ થી 5 કરોડનો ખર્ચ કરવો પડે છે. આખી ટૂર્નામેન્ટના આયોજન કરનાર બીસીસીઆઈ હવે પ્રતિ મેચ 5 કરોડથી 6 કરોડ રૂપિયાનો વીમો ચૂકવવો પડી શકે છે.

રિપોર્ટ મુજબ એક્સપર્ટ માને છે કે, પ્રીમિયમ વધારવું જરુરી છે કારણ કે, જો ક્લેમ હોય છે, તો તે 35 કરોડથી વધુ હોય શકે છે. જેના હિસાબે આઈપીએલમાં 74 મેચ રમાશે. તેથી, 2590 કરોડ રૂપિયાના દાવ લાગી શકે છે.શું છે વીમા કંપનીનો પ્લાન, તો વીમા કંપનીઓ નુકસાન ઓછું કરવા માટે રી-ઈશ્યોરન્સનો સહારો લઈ રહી છે.બજાર મર્યાદાઓને કારણે માત્ર 20-30% જોખમનો ફરીથી વીમો લઈ શકાય છે.

રિપોર્ટ મુજબ નિયમ અનુસાર વીમા કવર ટૂર્નામેન્ટ શરુ થવાથી અંદાજે 10 દિવસ પહેલા લેવા જરુરી છે. પરંતુ હજુ સુધી નીતિને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું નથી, જ્યારે IPL 22 માર્ચથી શરૂ થવાનું છે, જેના કારણે ફરીથી વીમો મેળવવામાં મુશ્કેલી પડી શકે છે.