
ટીમની સહ-માલિક પ્રીતિ ઝિન્ટા અને તેમના મેનેજમેન્ટના 3 નિર્ણયોએ પંજાબની રાહનો અંત લાવવામાં મોટી ભૂમિકા ભજવી. આમાં પહેલી વાત પ્રભસિમરન સિંહને રિટેન કરવાનો હતો. આ મેચમાં પણ યુવા ઓપનરે તાબડતોડ 91 રનની ઈનિગ્સ રમી ટીમને મોટા સ્કોર સુધી પહોંચાડી હતી.

બીજો નિર્ણય હતો ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ રિકી પોન્ટિંગના ટીમ હેડ તરીકે નિયુક્ત કરવાનો. આ પહેલા પોન્ટિંગ દિલ્હી કેપિટ્લસની ટીમ સાથે હતો. પોન્ટિંગની સલાહે આ સીઝનમાં પ્રભસિમરનને લાંબી ઈનિગ્સ રમવામાં મદદ કરી છે.

ત્રીજો અને સૌથી મહત્વનો નિર્ણય શ્રેયસ અય્યરને 26.75 કરોડમાં પોતાની ટીમમાં લેવાનો હતો. પંજાબે મેગા ઓક્શનમાં સ્ટાર બેટ્સમેન પર પૈસાનો વરસાદ કર્યો અને ટીમમાં સામેલ કર્યો હતો. અય્યરની કેપ્ટનશીપમાં કેકેઆરે ટાઈટલ જીત્યું છે. હવે તેની કેપ્ટનશીપમાં પંજાબ કિંગ્સની ટીમ શાનદાર પ્રદર્શન કરી રહી છે. સાથે આ મેચમાં અય્યરે 25 બોલમાં તાબડતોડ 45 રનની ઈનિગ્સ રમી હતી.