IPL 2025 : કાવ્યા મારનને તેના ‘દુશ્મન’ સાથે થઈ ગયો પ્રેમ, જાણો કોણ છે તેનો બોયફ્રેન્ડ ?

|

Apr 02, 2025 | 8:27 PM

IPL 2025 શરૂ થયાને હજી થોડા જ દિવસો થયા છે અને ટુર્નામેન્ટ શરૂ થવાની સાથે જ ટીમના ખેલાડી, કોચ ને માલિકના અફેર અને લગ્નજીવનને લઈ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે, જેમાં સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) ના માલિક કાવ્યા મારનની ડેટિંગની અફવાએ હેડલાઈન બનાવી છે. જાણો કોણ છે કાવ્યા મારનનો બોયફ્રેન્ડ.

1 / 7
સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) ની માલકિન કાવ્યા મારન IPL 2025 શરૂ થતા જ હેડલાઈનમાં છે. SRHના CEO તરીકે કાવ્યા મારન ખૂબ જ સક્રિય છે. IPLમાં, કાવ્યા મારન ઓક્શનથી લઈને ટીમના દરેક નાના-મોટા નિર્ણયોમાં સામેલ હોય છે. તે SRHની લગભગ તમામ મેચ દરમિયાન સ્ટેડિયમમાં પોતાની ટીમને પ્રોત્સાહિત કરવા માટે હાજર રહે છે.

2 / 7
SRHની મેચ દરમિયાન મેદાનમાં હાજરીને જોઈ એમ કહી શકાય કે કાવ્યા મારનને ક્રિકેટ અને SRH ફ્રેન્ચાઈઝી ખૂબ ગમે છે અને તે SRHની પ્રગતિ માટે સખત મહેનત કરે છે. પણ શું તમે જાણો છો કે ક્રિકેટ સિવાય તે બીજા કોને પ્રેમ કરે છે? એટલે કે તેનો બોયફ્રેન્ડ કોણ છે?

3 / 7
એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે SRHની માલિક કાવ્યા પોતાના જ 'દુશ્મન' ના પ્રેમમાં પડી ગઈ છે. વાસ્તવમાં, કાવ્યાનું નામ દેશના સૌથી મોંઘા અને લોકપ્રિય સંગીતકારોમાંના એક અનિરુદ્ધ રવિચંદર સાથે જોડાઈ રહ્યું છે.

4 / 7
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંને વચ્ચે સંબંધ છે અને કાવ્યા તેને ડેટ કરી રહી છે. પણ તમે વિચારતા હશો કે અનિરુદ્ધ તેનો દુશ્મન કેવી રીતે બન્યો? અમે આ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે અનિરુદ્ધ પોતે IPLમાં સનરાઈઝર્સ હૈદરાબાદની હરીફ ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સનું સોંગ બનાવે છે.

5 / 7
'વ્હાય ધીસ કોલાવેરી ડી' ગીતથી પ્રખ્યાત થયેલો અનિરુદ્ધ CSK અને તેના ભૂતપૂર્વ કેપ્ટન ધોનીનો મોટો ચાહક છે. તેણે તાજેતરમાં જ ખુલાસો કર્યો હતો કે તેણે રજનીકાંતની ફિલ્મ જેલરનું 'હુકુમ' ગીત ધોનીને ધ્યાનમાં રાખીને કમ્પોઝ કર્યું હતું, જે ધોની ચેપોકમાં પ્રવેશ કરે ત્યારે વગાડવામાં આવે છે.

6 / 7
આ રીતે, ચાહકોના દૃષ્ટિકોણથી જોવામાં આવે તો, તે SRHનો દુશ્મન કહેવાય. જોકે, કાવ્યા મારનના સંબંધો અંગે એક સત્તાવાર ખુલાસો થયો છે. ખરેખર, જ્યારે અનિરુદ્ધની ટીમને આ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે કાવ્યા સાથે ડેટિંગ કરવાના સમાચારને સંપૂર્ણપણે નકારી કાઢ્યા હતા.

7 / 7
કાવ્યા મારન મીડિયા બિઝનેસ ટાયકૂન પિતા કલાનિધિ મારનની પુત્રી છે. તેઓ ભારતની સૌથી મોટી મીડિયા કંપનીઓમાંની એક, સન ટીવી નેટવર્કના માલિક છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સન ટીવી નેટવર્કની વેલ્યૂ લગભગ $5.3 બિલિયન છે. કાવ્યા મારનની સંપત્તિ આશરે 50 મિલિયન ડોલર એટલે કે લગભગ 427 કરોડ છે. કલાનિધિ મારન તમિલનાડુના સૌથી ધનિક લોકોમાં એક છે, તેમની કુલ સંપત્તિ 19000 કરોડ છે. (All Photo Credit : X / Kavya Maran / Anirudh Ravichander / Sun TV)

Next Photo Gallery