RR vs MI : મુંબઈ ઈન્ડિયન્સને મોટો ઝટકો, આ સ્ટાર ખેલાડી IPL 2025માંથી થયો બહાર

IPL 2025 દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સને મોટો ઝટકો લાગ્યો છે. MI ટીમનો યુવા સ્પિનર ​​આખી ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. ઈજાને કારણે યુવા ખેલાડી આ સિઝનની બાકીની મેચો રમી શકશે નહીં.

| Updated on: May 01, 2025 | 6:19 PM
4 / 6
આ મુશ્કેલ સમયમાં MI ફ્રેન્ચાઈઝીએ 22 વર્ષીય ખેલાડીને ટેકો આપ્યો છે. તે હજુ પણ ટીમ સાથે જોડાયેલા રહેશે. હવે વિગ્નેશ MIની મેડિકલ અને સ્ટ્રેન્થ એન્ડ કન્ડીશનીંગ ટીમની દેખરેખ હેઠળ પોતાની રિકવરી અને રિહેબ પર ધ્યાન કેન્દ્રિત કરશે. વિગ્નેશ પુથુરે IPL 2025માં કુલ 5 મેચ રમી હતી, જેમાં 18.17ની સરેરાશથી 6 વિકેટ લીધી હતી.

5 / 6
મુંબઈ ઈન્ડિયન્સે IPL 2025ની બાકીની મેચો માટે ઈજાગ્રસ્ત વિગ્નેશ પુથુરના સ્થાને લેગ-સ્પિનર ​​રઘુ શર્માને કરારબદ્ધ કર્યો છે. જાલંધરનો 32 વર્ષીય લેગ સ્પિનર ​​રઘુ પંજાબ અને પુડુચેરી માટે રમી ચૂક્યો છે. હાલમાં, તે ઘરેલુ ક્રિકેટમાં પુડુચેરીનું પ્રતિનિધિત્વ કરે છે.

6 / 6
રઘુ શર્માએ ફર્સ્ટ ક્લાસમાં 11 મેચ રમી છે, જેમાં તેણે 19.59 ની સરેરાશથી 57 વિકેટ લીધી છે. તેણે 9 લિસ્ટ A મેચોમાં 14 વિકેટ અને 9 T20 મેચોમાં 3 વિકેટ લીધી છે. રઘુ પહેલીવાર IPLમાં રમવા જઈ રહ્યો છે. RAPP (રજિસ્ટર્ડ અવેલેબલ પ્લેયર પૂલ) યાદીમાં તેની કિંમત 30 લાખ રૂપિયા છે જેથી મુંબઈ ઈન્ડિયન્સ તેને આ કિંમત ચૂકવશે. (All Photo credit : PTI / X)