
થયું એવું કે શુભમન ગિલ સદી તરફ ઝડપથી આગળ વધી રહ્યો હતો. આ દરમિયાન, વૈભવ અરોરાએ KKR તરફથી 18મી ઓવર ફેંકી. ઓવરના પાંચમા બોલ પર વૈભવે ફુલ ટોસ ફેંક્યો, પરંતુ ગિલ યોગ્ય સમય આપવામાં નિષ્ફળ ગયો અને રિંકુ સિંહે શાનદાર કેચ પકડી ગિલને આઉટ કર્યો.

ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન T20માં બીજી વખત નર્વસ નાઈન્ટીઝનો શિકાર બન્યો છે. આ પહેલા 2022માં તે પંજાબ કિંગ્સ સામે 96 રન બનાવ્યા બાદ આઉટ થયો હતો.

શુભમન ગિલે આ સિઝનમાં 8 મેચની 8 ઈનિંગ્સમાં 43.57ની સરેરાશથી 305 રન બનાવ્યા છે. જેમાં તેણે ત્રણ અડધી સદી ફટકારી છે. ગિલે અત્યાર સુધીમાં IPLમાં 4 સદી ફટકારી છે. (All Photo Credit : PTI)
Published On - 11:13 pm, Mon, 21 April 25