
લખનૌનો સુપર જાયન્ટ્સના ખેલાડી મોહસિન ખાન, આવેશ ખાન અને મયંક યાદવ હજી સુધી ટીમ સાથે જોડાયા નથી. આ ત્રણેય ખેલાડીઓને NCA તરફથી IPLમાં રમવાની મંજૂરી મળી નથી. એવામાં, એવું માનવામાં આવી રહ્યું છે કે શાર્દુલ ઠાકુરની LSG ટીમમાં એન્ટ્રી થઈ શકે છે. IPLના નિયમો મુજબ, જો કોઈ ખેલાડી ઈજાગ્રસ્ત થઈ જાય, તો ફ્રેન્ચાઇઝી તે ખેલાડીની જગ્યા પર અનસોલ્ડ ખેલાડીઓમાંથી કોઈને ટીમમાં સામેલ કરી શકે છે.

શાર્દુલ ઠાકુર IPLમાં અત્યાર સુધી 5 ટીમોના ભાગ રહ્યા છે. આ દરમિયાન તેમણે 95 મેચ રમી છે અને 9.22ની ઈકોનોમી સાથે 94 વિકેટ મેળવ્યા છે. સાથે, 307 રન પણ બનાવ્યા છે. શાર્દુલ ઠાકુર છેલ્લી સિઝનમાં CSKની ટીમનો ભાગ હતા, પરંતુ 9 મેચમાં ફક્ત 5 વિકેટ જ લઈ શક્યા હતા અને ખર્ચાળ સાબિત થયા હતા. એ જ કારણ છે કે આ વખતે ઓક્શનમાં કોઈએ તેમને ખરીદ્યા નહોતા.
Published On - 3:59 pm, Sun, 16 March 25