IPL 2025 Mega Auction : IPLમાંથી સ્ટાર ખેલાડીઓ થયા નિવૃત્ત ?
IPL 2025 Mega Auction : આ વખતે IPL મેગા ઓક્શન, આગામી 24 અને 25 નવેમ્બરે યોજાશે. સાઉદી અરેબિયાના જેદ્દાહમાં યોજાનારી આઈપીએલ મેગા એક્શનમાં કુલ 574 ખેલાડીઓના નામની હરાજી થવાની છે. આ હરાજીમાં કઈ ટીમ કયા ખેલાડીને કેટલા રૂપિયામાં ખરીદે છે તેની આપણે રાહ જોવી પડશે.
1 / 6
આ વર્ષની IPL (IPL 2025) મેગા ઓક્શનમાં કુલ 574 ખેલાડીઓના નામ જોવા મળશે. તેમાંથી 241 ખેલાડીઓ રાષ્ટ્રીય ટીમ માટે રમ્યા છે. પરંતુ ખાસ વાત એ છે કે આ લિસ્ટમાં પાંચ સ્ટાર ખેલાડીઓના નામ આવ્યા નથી. મતલબ કે કેટલાક મોટા ખેલાડીઓ આ મેગા ઓક્શનમાંથી બાકાત રહી ગયા છે.
2 / 6
બેન સ્ટોક્સઃ IPL 2023માં ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમમાં જોવા મળેલા ઈંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે આ મેગા ઓક્શન માટે પોતાનું નામ નોંધાવ્યું નથી. તેણે 2025ની એશિઝ શ્રેણીની તૈયારી માટે IPLમાંથી બહાર રહેવાનો નિર્ણય લીધો છે.
3 / 6
કેમેરોન ગ્રીનઃ આઈપીએલ 2024માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમનો ભાગ રહેલા કેમેરોન ગ્રીને પણ આ વખતે હરાજી માટે પોતાનું નામ જાહેર કર્યું નથી. પીઠના દુખાવાથી પીડાતા, કેમેરોન ગ્રીને સર્જરી કરાવી અને આ રીતે તેણે IPLમાંથી ખસી ગયો છે.
4 / 6
જોફ્રા આર્ચરઃ ઈંગ્લેન્ડનો ઝડપી બોલર જોફ્રા આર્ચર આઈપીએલ 2023માં મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં જોવા મળ્યો હતો. પરંતુ ઈજાની સમસ્યાને કારણે તે વધારે રમી શક્યો ન હતો. હવે તે ફિટનેસના કારણે આઈપીએલમાંથી બહાર છે.
5 / 6
જેસન રોયઃ ઈંગ્લેન્ડના ઝડપી બોલર જેસન રોયની આઈપીએલ 2024માં કોલકાતા નાઈટ રાઈડર્સ માટે પસંદગી કરવામાં આવી છે. પરંતુ અંગત કારણોસર તે ટુર્નામેન્ટમાંથી ખસી ગયો હતો. તેમજ આ મેગા ઓક્શનમાંથી બહાર રહેવાનો નિર્ણય કર્યો છે.
6 / 6
ક્રિસ વોક્સઃ આઈપીએલ 2024માં પંજાબ કિંગ્સ ટીમમાં જોવા મળેલા ક્રિસ વોક્સે પણ આ વખતે આઈપીએલ મેગા ઓક્શન માટે રજીસ્ટ્રેશન કરાવ્યું નથી. તેથી વોક્સ આ વખતે આઈપીએલમાં દેખાશે નહીં.