IPL 2025 : ‘બેબી એબીડી’ માટે CSK એ કરોડો ખર્ચ્યા, બેઝ પ્રાઈસ કરતા 3 ગણા વધુ પૈસા મળશે

દક્ષિણ આફ્રિકાના સ્ટાર બેટ્સમેન ડેવાલ્ડ બ્રેવિસ ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમમાં જોડાયો છે. ગુર્જપનીત સિંહના સ્થાને તેને ટીમમાં સ્થાન મળ્યું છે. જેના માટે CSK એ મોટી રકમ ખર્ચી છે, જે બ્રેવિસની બેઝ પ્રાઈસ કરતા ત્રણ ગણી વધારે છે.

| Updated on: Apr 18, 2025 | 8:10 PM
4 / 9
બ્રેવિસે અગાઉ IPLમાં મુંબઈ ઈન્ડિયન્સનું પ્રતિનિધિત્વ કર્યું છે, જ્યાં તેમણે 2022 અને 2024માં દસ મેચ રમી હતી. તેમણે IPLમાં 133.72 ના સ્ટ્રાઈક રેટથી 230 રન બનાવ્યા છે.

5 / 9
IPLમાં CSK બ્રેવિસની બીજી ટીમ છે. બ્રેવિસનું તાજેતરનું પ્રદર્શન શાનદાર રહ્યું છે, જેના કારણે તે IPL 2025 મેગા ઓક્શનમાં અનસોલ્ડ રહ્યો હોવા છતા આ લીગમાં પ્રવેશવામાં સફળ રહ્યો છે.

6 / 9
ડેવાલ્ડ બ્રેવિસે નવેમ્બરમાં IPL 2025 મેગા ઓક્શનમાં 75 લાખ રૂપિયાની બેઝ પ્રાઈઝ સાથે પ્રવેશ કર્યો હતો. પરંતુ કોઈ ટીમે તેના પર બોલી લગાવી નહીં. પરંતુ હવે CSK એ તેને 2.2 કરોડ રૂપિયા આપીને પોતાની ટીમમાં સામેલ કર્યો છે.

7 / 9
તમને જણાવી દઈએ કે, સામાન્ય રીતે IPLમાં રિપ્લેસમેન્ટ ખેલાડીને હરાજીની બેઝ પ્રાઈસ જેટલી રકમ મળે છે. પરંતુ CSK ટીમ ડેવાલ્ડ બ્રેવિસને તેની બેઝ પ્રાઈસ કરતા ત્રણ ગણી વધુ ચૂકવણી કરી રહી છે.

8 / 9
CSKએ ગુર્જપનીત સિંહને પણ 2.2 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. પરંતુ તે એક પણ મેચ રમી શક્યો નહીં. આવી સ્થિતિમાં, એવું પણ માનવામાં આવે છે કે ગુર્જપનીત સિંહને પૈસા ચૂકવવાને બદલે CSK હવે આ પૈસા ડેવાલ્ડ બ્રેવિસને આપશે.

9 / 9
ડેવાલ્ડ બ્રેવિસની IPL કારકિર્દી 2022માં શરૂ થઈ હતી. ત્યારબાદ મુંબઈ ઈન્ડિયન્સ ટીમે તેને 3 કરોડ રૂપિયામાં ખરીદ્યો. આ પછી, તે 2023 અને 2024માં પણ મુંબઈ ટીમનો ભાગ હતો. ત્યારે પણ ડેવાલ્ડ બ્રેવિસને 3-3 કરોડ રૂપિયા મળ્યા હતા. એટલે કે છેલ્લા 3 સિઝનની સરખામણીમાં તેનો પગાર ઘટ્યો છે. (All Photo Credit :PTI / X / INSTAGRAM)