IPL 2025 : જીત બાદ કેપ્ટન રિયાન પરાગને લાગ્યો મોટો ઝટકો, ફટકારવામાં આવ્યો લાખોનો દંડ

|

Mar 31, 2025 | 10:26 AM

રાજસ્થાન રોયલ્સે ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ 6 રનથી જીત મેળવી છે. પરંતુ જીત બાદ રાજસ્થાનના કેપ્ટનને દંડ ફટકારવામાં આવ્યો છે. રાજસ્થાનના કેપ્ટન પર આ દંડ આઈપીએલમાં એક નિયમ તોડવાના કારણે લાગ્યો છે.

1 / 7
રાજસ્થાન રોયલ્સના કેપ્ટન રિયાન પરાગ પર સ્લો ઓવર રેટના કારણે દંડ ફટકારવામાં આવ્યો છે. IPL 2025માં સ્લો ઓવર રેટના કારણે દોષિત ઠરેલો બીજો કેપ્ટન છે. આ પહેલા મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાને આ દંડ ફટકારવામાં આવ્યો હતો.

2 / 7
 CSK વિરુદ્ધ રાજસ્થાન રોયલ્સે 6 વિકેટથી જીત મેળવી છે. ત્યારબાદ કેપ્ટન રિયાન પરાગ પર 12 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.જો કોઈ કેપ્ટન એક સિઝનમાં ત્રણ વખત સ્લો ઓવર રેટ માટે દોષી સાબિત થાય છે, તો તેના પર એક મેચ માટે પ્રતિબંધ મૂકવામાં આવે છે.

3 / 7
આ રકમ સ્લો ઓવર રેટના કારણે ટીમોના કેપ્ટને ચુકવવી પડશે.આઈપીએલ દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું કે, સ્લો ઓવર રેટ સાથે જોડાયેલી  આ રિયાન પરાગની ટીમની પહેલી ભૂલ છે. જેના માટે આઈપીએલ કોડ ઓફ કંડક્ટની કલમ 2.22 હેઠળ તેના પર 12 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

4 / 7
રિયાન પરાગ પહેલા મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા પર પણ આઈપીએલ 2025માં ગુજરાત ટાઈટન્સ વિરુદ્ધ મેચમાં સ્લો ઓવર રેટના કારણે દંડ લાગી ચૂક્યો છે. તેના પર પણ સ્લો ઓવર રેટના તેને પણ દંડ ફટકારવામાં આવ્યો હતો.

5 / 7
જો આપણે રિયાન પરાગની વાત કરીએ તો ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ મેચમાં તેની કેપ્ટનશીપ અને બેટિંગ બંન્ને શાનદાર ચાલ્યું હતુ.

6 / 7
કેપ્ટન તરીકે રિયાન પરાગના વખાણ કરવામાં આવી રહ્યા છે.બેટિંગ દરમિયાન તેણે 28 બોલમાં 37 રનની અજોડ ઇનિંગ પણ રમી હતી.

7 / 7
મેચમાં રાજસ્થાન રોયલ્સે પહેલા બેટિંગ કરી 20 ઓવરમાં 9 વિકેટ પર 182 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ટાર્ગેટને પુરો કરવા 20 ઓવરમાં 6 વિકેટ પર 176 રન જ બનાવી શકી હતી. સીએસકેને છેલ્લી ઓવરમાં જીત માટે 19 રનની જરુર હતી પરંતુ ફાસ્ટ બોલર સંદીપ શર્માએ સફળતાપૂર્વક પોતાની ટીમને મેચ જીતાડી હતી.

Next Photo Gallery