
34 વર્ષીય ચહલ IPL ઈતિહાસમાં સૌથી વધુ 205 વિકેટ લેનાર બોલર છે. તેણે 2014થી IPLની દરેક સિઝનમાં ઓછામાં ઓછી 12 વિકેટ લીધી છે. આમાંથી 5 સિઝનમાં તેણે 20થી વધુ વિકેટ લીધી છે. ચહલે 2022માં 27 વિકેટ સાથે પર્પલ કેપ પણ જીતી છે.

રાજસ્થાન રોયલ્સ માટે પણ તેનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. ચહલે 2022ની સિઝનમાં 17 મેચમાં 27 વિકેટ, 2023ની સિઝનમાં 14 મેચમાં 21 વિકેટ અને 2024ની સિઝનમાં 15 મેચમાં 18 વિકેટ ઝડપી હતી. આ શાનદાર લય પછી પણ રાજસ્થાનની ટીમે તેને જાળવી રાખ્યો ન હતો, જેના કારણે તે હરાજીમાં સામેલ થયો હતો.
Published On - 5:29 pm, Sun, 24 November 24