IPL 2024: સનરાઈઝર્સ હૈદરાબાદે IPL ઈતિહાસનો સૌથી મોટો સ્કોર બનાવ્યો
IPL 2024ની આઠમી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે મુંબઈ ઈન્ડિયન્સ સામે ધમાકેદાર ફટકાબાજી કરી IPL ઈતિહાસનો સૌથી મોટો સ્કોર બનાવ્યો હતો. હૈદરાબાદે 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 277 રન ફટકાર્યો હતો અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના IPL ઈતિહાસના હાઈએસ્ટ સ્કોરના રેકોર્ડને તોડ્યો હતો. હૈદરાબાદ તરફથી ક્લાસેન, ટ્રેવિસ હેડ અને અભિષેક શર્માએ ધમાકેદાર ફિફ્ટી ફટકારી હતી.
4 / 5

હૈદરાબાદ તરફથી હેનરિક ક્લાસને અણનમ 80 રન બનાવ્યા હતા. 34 બોલનો સામનો કરીને તેણે 7 સિક્સ અને 4 ફોર ફટકારી.
5 / 5

અભિષેક શર્માએ 63 રન અને ટ્રેવિસ હેડે 62 રન બનાવ્યા હતા. માર્કરામે અણનમ 42 રન બનાવ્યા.
Published On - 10:10 pm, Wed, 27 March 24