
આટલું જ નહીં તેણે IPLમાં પોતાની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ ઇનિંગ પણ રમી હતી. જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં આ સતત બીજી મજબૂત ઇનિંગ્સ હતી, જે સારા સ્ટ્રાઇક રેટ સાથે આવી હતી.

રિયાન પરાગે 34 બોલમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી પ્રબળ રીતે દિલ્હી કેપિટલ્સ સામે તેની અડધી સદી પૂરી કરી હતી. આઈપીએલ ઈતિહાસમાં પરાગની આ ત્રીજી અડધી સદી છે અને તેણે આ મેચમાં તેની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ ઈનિંગ્સ પણ રમી હતી.

છેલ્લી મેચની વાત કરીએ તો તેણે લખનૌ સુપર જાયન્ટ્સ સામે 29 બોલમાં 1 ફોર અને 3 સિક્સરની મદદથી 44 રનની તોફાની ઇનિંગ રમી હતી. આ વચ્ચે રિયાન પરાગે છેલ્લી ઓવરમાં મજબૂત રન બનાવ્યા હતા. છેલ્લી ઓવરના આંકડા પર નજર કરવામાં આવએ તો 4 4 6 4 6 1 .. મળી 25 રન બનાવ્યા હતા. આ દરમ્યાન તમામ ફિલ્ડરો સ્ટેચ્યૂ થયા એમ એટલા માટે કહી શકાય કારણ કે, રિયાને ફટકારેલા છગ્ગા ચોગ્ગા ફિલ્ડરો પોતાની જગ્યા પરથીજ જોતાં રહી ગયા.
Published On - 10:13 pm, Thu, 28 March 24