IPL 2024 માંથી RCB બહાર, સતત 17મી વખત ચેમ્પિયન બનવાનું સપનું તૂટી ગયું
આઈપીએલ 2024ના એલિમિનેટર મેચમાં રાજસ્થાન રોયલ્સે રોયલ ચેલેન્જર્સ બેગ્લુરુને હાર આપી હતી. બેગ્લુરું આઈપીએલ ચેમ્પિયન બનવામાં 17મી વખત અસફળ રહી છે. રાજસ્થાનની ટીમ બીજા ક્વોલિફાયરમાં પહોંચી ગઈ છે. જ્યાં તેની ટકકર સનરાઈઝર્સ હૈદરાબાદ સામે થશે.
1 / 5
આઈપીએલ 2024ના એલિમિનેટર મેચમાં બુધવારના રોજ એવું થયુ જેની કોઈને આશા પણ ન હતી. આરસીબીના ચાહકોનું દિલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તુટી ગયું છે. આ મેચમાં રાજસ્થાન રોયલ્સે આરસીબીને 4 વિકેટથી હાર આપી છે. આ સાથે તે આઈપીએલ 2024માંથી બહાર થઈ ગઈ છે.
2 / 5
આરસીબીની ટીમ સતત 17મી વખત આઈપીએલ જીતવામાં અસફળ રહી છે. એલિમિનેટર મેચમાં આરસીબીએ પહેલા બેટિંગ કરતા 172 રન બનાવ્યા છે. જેના જવાબમાં રાજસ્થાને આ લક્ષ્યને એક ઓવર પહેલા જ પૂર્ણ કરી લીધો હતો.
3 / 5
આઈપીએલ 2024માં આરસીબીની શરુઆત ખુબ ખરાબ રહી હતી. તેમણે શરુઆતમાં 8 મેચમાંથી 1 મેચમાં જીત મેળવી હતી. રોયલ ચેલેન્જર્સ બેગ્લુરુની ટીમે શાનદાર વાપસી કરી અને સતત 6 મેચ જીતી પ્લેઓફમાં પહોંચી હતી. આઈપીએલમાં બેગ્લુરું માટે ચોથી તક હતી જ્યારે રોયલ ચેલેન્જર્સ બેગ્લુરુંએ સતત 5 કે તેથી વધારે મેચ જીતી છે.
4 / 5
IPL 2011 7 જીત રનર અપ રહી હતી. તો IPL 2009 5 જીત રનર અપ અને IPL 2024 - સતત 6 જીત એલિમિનેટરમાં હાર થઈ હતી. આઈપીએલ 2016માં પણ સતત 5 જીત સાથે રનર અપ રહી હતી.
5 / 5
તમને જણાવી દઈએ કે, રોયલ ચેલેન્જર્સ બેગ્લુરુંની ટીમે આઈપીએલમાં એક પણ ટ્રોફી જીતી નથી. આ વખતે પણ આઈપીએલ 2024માંથી ટ્રોફી જીતવાનું સપનું અધરુ રહ્યું છે. છેલ્લા 17 વર્ષમાં એક વખત પણ આઈપીએલનો ખિતાબ જીતી શકી નથી આરસીબીની ટીમ.