
હાર બાદ RCBના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને મુંબઈ ઈન્ડિયન્સના માલિક નીતા અંબાણી લાંબી વાતચીત કરતા જોવા મળ્યા હતા. આ ફોટો જોઈ કેટલાક લોકો કહી રહ્યા છે કે, વિરાટ કોહલી આઈપીએલ 2025ની સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સમાંથી રમતો જોવા મળી શકે છે.

લોકો આવી ચર્ચા એટલા માટે પણ કરી રહ્યા છે કે, મુંબઈના પ્રેક્ટિસ સેશનમાં રોહિત શર્મા આકાશ અંબાણીની ગાડીમાં પ્રેક્ટિસ કરવા આવ્યો હતો. લોકો કહી રહ્યા છે કે, ટીમ પણ હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપથી ખુશ નથી.