
મુંબઈના બોલરની વાત કરીએ તો તેની તેના સ્પિનર્સ કાંઈ ખાસ પ્રદર્શન કરી શક્યા નથી. પીયુષ ચાવલા, મોહમ્મદ નબી અને શ્રેયસ ગોપાલ મળીને માત્ર 5 વિકેટ લીધી છે.

મુંબઈ ઈન્ડિયન્સની જીતમાં જસપ્રીત બુમરાહ એટલા માટે મહત્વનો છે કારણ કે, તે હંમેશા બટલર પર ભારે પડે છે. બટલર જે આ સીઝનમાં રાજસ્થાન માટે ફિનિશરની ભૂમિકામાં 2 સદી ફટકારી ટીમને જીત અપાવી ચુક્યો છે. બુમરાહે બટલરને 8માંથી 2 વખત આઉટ કર્યો છે. બટલર આઈપીએલમાં બુમરાહ વિરુદ્ધ 65 બોલમાં માત્ર 62 રન જ બનાવી શક્યો છે.