
અભિનેત્રીએ શાહરુખ ખાનની સાથે કેકેઆરની મેચ સાથે ન જોવા માટેનું કારણ પણ જણાવ્યું છે. કહ્યું જ્યારે પણ તેની ટીમ સારું પ્રદર્શન કરતી નથી તો શાહરુખ ખાન એ ગુસ્સો તેના પર કાઢે છે.

આઈપીએલની 17મી સીઝનમાં કેકેઆરની ટીમનું શાનદાર પ્રદર્શન રહ્યું છે. દિલ્હી સામેની મેચમાં અનેક રેકોર્ડ તુટી ગયા છે. જુહી અને શાહરુખ ખાનની ટીમ કેકેઆરે દિલ્હીને 106 રનથી હાર આપી મોટી જીત મેળવી હતી.