
આઈપીએલ 2024ની આ સીઝનમાં હાર્દિક પંડ્યા પોતાની ટીમ મુંબઈ માટે છઠ્ઠા નંબર પર બેટિંગ કરે છે અને તેમણે 6 ઈનિગ્સમાં 131 રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઈક રેટ અત્યારસુધી 145.56નો રહ્યો છે.

હાર્દિક પંડ્યા શાનદાર ખેલાડી છે તે ટીમમાં હોય છે ત્યારે ટીમ અનેક મેચ પણ જીતી ચુકી છે, પરંતુ હાલમાં તેનું ખરાબ ફોર્મ ચાલી રહ્યુ છે. જે ભારત માટે મોટી સમસ્યા બની શકે છે. આઈપીએલમાં તેનું બેટ અને બોલ બંન્ને શાંત જોવા મળી રહ્યા છે.હાર્દિક પંડ્યાને હજુ 8 લીગ મેચ રમવાની છે અને તેમણે આ દરમિયાન પોતાને સાબિત કરવાની તક છે. જો તે પોતાને સાબિત નહિ કરી શકશે તો તેની ટિકિટ વર્લ્ડકપ માટે આવશે નહિ. મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પોઈન્ટ ટેબલમાં પણ તળિયે છે.