
ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલને 12 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. સીએસકે વિરુદ્ધ તેમણે સ્લો ઓવર રેટની ભૂલ કરી હતી. આ તેનો પહેલો દંડ છે. જેના માટે તેમણે 12 લાખ રુપિયા ભરવા પડશે.

તમને જણાવી દઈએ કે, ગિલને ફટકારવામાં આવેલો આ દંડ ફ્રેન્ચાઈઝી જ ભરી દે છે. આ માટે ખેલાડીઓને પૈસા આપવામાં આતા નથી તેમજ ન તેની સેલેરીમાંથી કાપવામાં આવે છે. ટીમને આગામી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ 31 માર્ચના રોજ રમશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.